Sunday, November 24, 2024

અંબાજી છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસના રાજમાં સિવિલ ડ્રેસમાં વાહન ચેકીંગ કરનાર માણસ કોણ ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શક્તિ ભક્તિ અને આસ્થાના નું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આં ધામ એ ગુજરાત નુજ નહિ પણ વિશ્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ગણાતું હોય છે આં ધામ ખાતે દેશભર માંથી યાત્રિકો માં અંબે નાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે વાત કરવા માં આવે કે આં ધામ એ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું હોય અને ગુજરાત માં પ્રતિબંધિત વસ્તુઓ ની રાજસ્થાની માંથી ઘુસણખોરી નાં થાય તેને લઈ અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ મુકાઈ છે અને ગુજરાત પોલીસ નાં જવાનો અને હોમગાર્ડ જવાનો તહેનાત કરાયા છે ત્યારે આ બોર્ડર પર ચેકીંગ ની જગ્યા એ ઉગાડી લૂંટ થતી હોવાનો આક્ષેપ વાહન ચાલકો દ્વારા કરાઈ રહ્યા છે એટલુંજ નહિ પોલીસ અને હોમગાર્ડ ની જગ્યા એ સિવિલ ડ્રેસમાં ઊભો રહેતો માણસ વાહન ચેકીંગ કરી રહ્યો છે ,આં માણસ કોણ ? આં સિવિલ ડ્રેસ માં હાજર માણસ ને વાહન ચેક કરવા ની પ્રમિશન આપી કોણે ? અહી હાજર સિવિલ ડ્રેસમાં માં માણસ કોણ છે તે લોકમુખે ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે વાત કરવા માં આવે કે ગતરોજ તારીખ :- 29/01/2021 નાં રોજ એક વાહન ચાલકે આક્ષેપ લગાવ્યો છે કે અમે માસ્ક નાં પહેરેલું હોઈ અમે અંબાજી તરફ આવતા હતા ત્યારે અમને ગુજરાત છાપરી બોર્ડર ખાતે રોકવ્યા હતા ત્યારે અમે માસ્ક નાં પહેરેલું હોઈ અમને માસ્ક માટે કહેવા લાગ્યા ત્યારે અમો જે માસ્ક બદલ નો સરકાર નો દંડ છે તે અમે ભરવા તૈયાર છીએ ત્યારે મને બોલાવી અને અમારી પાસે થી પહેલા 1000 રૂપિયા માંગ્યા ત્યારે મે 1000 લાવી ને આપ્યા ત્યાર બાદ ત્યાં ઉપસ્થિત જવાનો એ જણાવ્યું કે 500 રૂપિયા આપો ત્યારે આમો 500 રૂપિયા આપ્યા ત્યારે અમોએ આપેલ રૂપિયા ની પાવતી માંગી તો તેમને નાં પાડેલ કે પાવતી નથી ચાલશે પાવતી ની કોઈ જરૂરત નથી જ્યારે મે 500 રૂપિયા આપ્યા દંડ ભર્યો તો પાવતી પણ આપવી જોઈએ ને ત્યારે વાત કરવા માં આવે કે આવી રીતે ગરીબ માણશો ને હેરાન પરેશાન કરાશે અને સરકાર નાં પૈસા પોતાના ખિસ્સા માં ભરાશે તો કઈ રીતે ચાલશે એટલુજ નહિ અમે ત્યાંથી આગળ આવી રહ્યા હતા ત્યારે અંબાજી નજીક શીતળા માતા મંદિર પાસે વરી પોલીસ જવાનો અને TRB જવાનો વાહન ચેક કરતા હતા ત્યારે ત્યાં પણ અમારી ગાડી રોકાવી જ્યારે ત્યાં અમે માસ્ક પહેરેલું હતું તેમ છતાં ગાડી રોકવી અને ત્યાં ઉપસ્થિત જવાનો એ માસ્ક ની પાવતી લેવા જણાવેલ ત્યારે મે તેમને જણાવેલ કે અમે આગળ ગુજરાત છાપરી ચેકપોસ્ટ ખાતે માસ્ક નો દંડ આપેલ છે ત્યારે તેમને જણાવેલ કે જો માસ્ક નો દંડ આપ્યો હોય તો પાવતી બતાવો જ્યારે અમને છાપરી બોર્ડર ખાતે થી પાવતી આપવા માં આવીજ નતી તો આં જવાનો ને પાવતી આપવી ક્યાંથી ? જ્યારે આં શીતળા માતા મંદિર પાસે નાં જવાનો એ પણ જણાવ્યું કે 500 આપો અને નીકળો તો એક ગરીબ માણસ પાસે આવી વિકટ પરિસ્થિતિ માં પણ પોલીસ દ્વારા જે છાપરી બોર્ડર અને શીતળા માતા મંદિર પાસે ઉઘાડી લૂંટ કરવા માં આવી રહી છે તે વહલી તકે જિલ્લા એસ.પી દ્વારા બંધ કરાવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે….

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર