અલ્પેશભાઈ ઓડિયાએ પેન્સિલથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનુ ચિત્ર બનાવી ભેટમાં આપ્યું
મોરબી: ભાજપમાં જોડાયેલા મોરબી માળિયા વિધાનસભાના સોશીયલ મીડીયા ઇન્ચાર્જ અલ્પેશભાઈ ઓડિયાએ પેન્સિલથી દોરેલ સીએમનુ રેખાચિત્ર અર્પણ કર્યું.
મોરબીઃ નાનપણથી માનવ સેવા એ જ પ્રભુ સેવા ને વળેલા તેમજ ધર્મ અને જ્ઞાતિ જાતીના ભેદભાવોથી ઉપર ઉઠીને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્નાથી ભાજપમાં જોડાયેલા મોરબી માળિયા વિધાનસભાના સોશીયલ મીડીયા ઇન્ચાર્જ અલ્પેશભાઈ ઓડિયા વિવિધ સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે. હર હંમેશા સેવા કાર્યો માટે આગળ રહેતા અલ્પેશભાઈ સેવા પ્રવૃત્તિ ની સાથે સાથે સારા ચિત્રકાર પણ છે. તેઓ એ અનેક રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ ના ચિત્રો બનાવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું હાથથી પેન્સિલ વડે આબેહૂબ રેખાચિત્ર બનાવ્યું હતું અને આજે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચાર માટે મોરબી પધાર્યા હોય ત્યારે આ સુંદર પેઇટિંગ સીએમને અર્પણ કર્યું હતું. સીએમએ આ સેવાભાવી યુવાનની કલા અને નિષ્ઠાપૂર્વકની સેવાથી પ્રભાવિત થયા હતા.