મોરબી ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન
વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમા સમૂહલગ્નોત્સવ નું આયોજન
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાઓ કરી રહેલ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં સાત સમૂહ લગ્નો થી ૨૨૯ દીકરીઓ ના લગ્નો કરાવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સંસ્થાઓ સાથે મળી આઠમા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નોત્સવ સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે છે જેમાં પિતા વગરની દીકરીને પહેલા પ્રધ્યન આપવામાં આવશે.
આ લગ્નોત્સવ માં જોડાવવા માંગતા પરિવારો તારીખ ૨૪/૦૧/૨૦૨૪ થી ૧૦/૦૨/૨૦૨૪ સુધી ફોર્મ પ્રાગટ્ય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહીદાસ પરા મેઈન રોડ, મોરબી ખાતે થી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૭ મેળવી શકશે.
આ સમૂહ લગ્નોત્સવ ના સમયે કન્યાની ઉંમર ૧૮ પૂર્ણ અને વર ની ઉંમર ૨૧ પૂર્ણ તેમજ પ્રથમ લગ્ન વાળા જ આવેદન કરી શકશે
આ લગ્નોત્સવ માં દાન આપવા કે સ્વયંસેવક તરીકે સેવા આપવા સંપર્ક કરો.ડો.પરેશકુમાર પારિઆ મો.૮૭૩૨૯૧૮૧૮૩, ડો.હાર્દિક જેસ્વાણી મો.૯૨૨૮૮૦૦૧૦૮ તેમજ ડો.મિલન ઉઘરેજા મો.૮૭૫૮૮૩૩૩૮૮ પર સંપર્ક કરવો.