Saturday, March 15, 2025

મોરબી: સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

રામજન્મભૂમિ અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તેની જોરશોરથી તૈયારી થઈ રહી છે. ઘેર-ઘેર આમંત્રણ મોકલવાનું શરૂ થયું છે.

રામમંદિરના ભૂમિપૂજનના અક્ષતનું દેશભરના જુદા-જુદા ભાગોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભૂમિપૂજન દરમ્યાન ઉપયોગમાં લેવાયેલા અક્ષતને કળશમાં ભરીને દેશના ખુણે-ખુણે મોકલવામાં આવી રહ્યા છે. અને અયોધ્યાથી 100 અક્ષત કળશ આમંત્રણ સ્વરૂપે મોકલી દેવામાં આવ્યા છે ત્યારે મોરબી ખાતે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ જ્ઞાનપથ સ્કૂલ ની સામે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરના પુજારી તથા મહિલાઓ અને બાળાઓ દ્વારા જય જય શ્રી રામ જયઘોષ સાથે ભવ્ય પૂજન કરી જાજરમાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ભજન કીર્તન સાથે ભાવથી અક્ષત કળશને ફેરવવામાં આવ્યો હતો આ અક્ષત કળશના પુજન સાથે સાથે ભગવાન શ્રી રામજી ના રાસ ઝીલણીયા ગાતા ગાતા નાચતા નાચતા ભાવ સાથે ઉપસ્થિત બહેનો દ્વારા આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવી અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનુ ભવ્ય પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર