અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું મોરબીમાં પૂજન કરાયું
મોરબી: અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા મહિલા અને બાળાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું.
અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ ચિત્રાનગર સોસાયટી ભરતનગર ૧ અને ૨ તથા પટેલ નગર રામનગર વૈભવનગર શિવમ સોસાયટી શનાળા રોડ મોરબી ખાતે ચિત્રા હનુમાનજી મંદિરે અક્ષત કળશનુ પુજન ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા મહિલા અને બાળાઓ દ્વારા કરવામાં આવ્યું નાની બાળાના શીર પર આ કુંભ લઈ તમામ સોસાયટીમાં તબલાના તાલ અને રાશ કીર્તન સાથે ભાવથી ફેરવવામાં આવ્યો આ અક્ષત કુંભ પુજન સાથે તમામ સોસાયટીની મહિલાઓ અને પુરુષો સૌ સાથે ભગવાન શ્રી રામજીના રાશ ઝીલણીયા ગાતા ગાતા નાચતા નાચતા ભાવ સાથે તમામ સોસાયટીમાં ફર્યા આ કાર્યક્રમમાં વોર્ડ નં- ૯ ના પુર્વ કાઉન્સિલર જયંતિભાઈ વિડજા આર આર એસના કાર્યકર હસુભાઈ અઘારા ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી સી ફુલતરિયા ચંદુભાઈ કડીવાર અને તમામ સોસાયટીના ભાઈઓ બહેનોએ હાજરી આપી આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યો તેમ ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવે છે