આખીર યે દીવાલ તૂટતી ક્યું નહિ હૈ ?
ઉપર નો ડાયલોગ કોઈ હિન્દી પિક્ચર નો હોઈ તેવું લાગે પરંતુ અહી વાત મોરબીના મચ્છુ નદીના પટમાં થઈ રહેલા સ્વામિનારાયણ સંસ્થાના ગેરકાયદેસર દબાણની છે જેમાં જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર ને રજૂવાત થઈ હતી જેમાં મોટી ગેરરીતિઓ સામે આવી હતી.
ચક્રવાત ની પહેલથી તારીખ ૧૪/૬/૨૦૨૪ ના રોજ રાજ્ય પ્રવક્તા ઋષિકેશ પટેલ અને મોરબી કલેક્ટર કિરણ ઝવેરી એ મોરબીવાસીઓ માટે તત્કાલીન દબાણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને આ દબાણ સંસ્થા પાસે જ દૂર કરાવવામાં આવશે તેવા વાયદા વચન આજ નઠારા નીવડ્યા કેમ કે તત્કાલિન એટલે કેટલા દિવસે તેની વ્યાખ્યા આજ દિન સુધી કોઈ ને ખબર નથી.
તપાસ કમિટી નો રિપોર્ટ આવી ગયો તેમ છતાં મોરબી કલેક્ટર દ્વારા સ્વામિનારાયણ સંસ્થા ના પેટ ભરીને વખાણ કર્યા કે સંસ્થા હકારાત્મક છે પોઝિટિવ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સંસ્થા પહેલે થી જ નકારાત્મક હતી તેને જણાવેલ તમામ હકીકત ખોટી અને પાયા વિહોણી હતી.
એક્ટિવવિસ્ટ કે.ડી.પંચાસરા(લંકેશ) દ્વારા ફરી કલેક્ટર ને વાયદા યાદ અપાવતો ધારદાર પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે મેઘરાજા ની ગુજરાત માં એન્ટ્રી થઈ ગઈ છે તો શું કલેક્ટર દ્વારા સ્વામિનારાયણ સંસ્થા ને દબાણ દૂર કરવા કોઈ દિશા અને સંજ્ઞા સૂચવતો પત્ર લખ્યો છે કે સંસ્થા દ્વારા નિયમ પ્રમાણે કેટલું દબાણ હટાવશે એવું કોઈ સોગંદનામુ આપ્યું છે.તથા કમિટી નો રિપોર્ટ પણ સાર્વજનિક કરવો જોઈએ કલેક્ટરે ની વ્યક્તિગત આસ્થા સ્વામિનારાયણ સંસ્થા માં હોઈ શકે જેની સજા મોરબી વાસીઓને ના ભોગવી પડે તેનો ખ્યાલ રાખવો જોઈએ નહિ તો રાજકોટ TRP ગેમ જોન કાંડ ની જેમ આજ મોરબીને પણ બંધ પાળવાનો કાળો દિવસ આવશે કે પછી ફરી મોરબી પુર હોનારતની ઘટનાનું પુનરવર્તન ની રાહ જોવાઇ રહી છે હવે મોરબી વાસીઓની આંખમાં આંસું પણ વધ્યા નથી અમે રાજકીય માણસો ને વાયદા આપતા જોયા પણ કલેક્ટર ને પહેલી વાર જોયા. સાથે પાંચ દિવસ માં દબાણ હટાવવાની કામગીરી ના થાય તો લોકહિત માટે માનવજીવન મૂલ્યો માટે કોર્ટમાં જવાની પણ ચીમકી આપી છે.
સરકાર ના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગઈ કાલે TRP કાંડ ને પગલે રીપોર્ટ આવી જાય તો પણ વિલંબ ને રોકવા મોટી મગર માટે તપાસ કમિટી બનાવી છે જેમાં મોરબી માં રિપોર્ટ પણ આવી ગયો વાયદો પણ થઈ ગયો તો પણ વિલંબ છે તો સરકારે કમિટી ના નિર્ણયનું ખાતમૂરત મોરબી ઘટના થી કરવું જોઈએ નહિ તો એક વાત સાબિત થઈ જશે કે કાયમી સત્તા હંમેશા ક્રૂર અને શરમ વગરની હોઈ છે લોકોએ લાશ ની જેમ નહિ પરંતુ જીવતા છે તનો પુરાવો રાજકોટ ની જેમ બંધ પાડી ને આપવો પડશે.