અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ચક્રવાત ન્યુઝના તંત્રી જિજ્ઞેશભાઈ કાલાવડિયાનો આજે જન્મદિવસ
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અને અનેક સામાજિક – સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા પત્રકાર જગત નાં દિગ્ગજ એવા જિજ્ઞેશભાઈ કાલાવડિયા નો આજે જન્મદિવસ છે. 28 જૂન,2024 નાં રોજ યશસ્વી જીવન નાં 47 વર્ષ પૂર્ણ કરનાર જિજ્ઞેશ કાલાવડિયા એ તેમનાં સંઘર્ષ મય જીવનમાં અનેક ક્ષેત્રે ખેડાણ કરી ને લાખો યુવાનો માટે પથ દર્શક ની ભૂમિકા નિભાવી છે. પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ સાથે દેશભર માં તેઓ પત્રકારો ની આર્થિક – સામાજિક અને શારીરિક સુરક્ષા હેતુ અભિયાન ચલાવી રહ્યા છે જે અંતર્ગત છત્તીસગઢ સરકારે પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરેલ છે અને બીજા અનેક રાજ્યોમાં તે વિચારાધીન છે. તેઓએ દૈનિક લોક સમર્થન, હિન્દી દૈનિક લોક સ્વામી અને દૈનિક સૌરાષ્ટ્ર આસપાસ નાં તંત્રી તરીકે પત્રકાર જગતમાં ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમમાં નોંધપાત્ર કામગીરી કરેલી છે. લોક સમર્થન દૈનિક નાં માધ્યમ થી સૌરાષ્ટ્ર નાં અનેક કૌભાંડો તેઓએ ઊજાગર કર્યા છે. શહીદ ભગતસિંહ ની વિચારધારા ને વરેલા હોય તેઓ “ભગતસિંહ ક્રાંતિ દળ” અને “ગુજરાત યુવા પરિષદ” માધ્યમથી સતત યુવાનોમાં રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી વિચારધારા નાં પ્રચાર પ્રસાર નું કામ કરી રહ્યા છે. હાલમાં તેઓ રાજકોટ અને ગાંધીનગર થી પ્રસિદ્ધ થતાં દૈનિક “ચક્રવાત” નાં મેનેજિંગ તંત્રી અને રાજકોટ થી પ્રસિદ્ધ થતાં હિન્દી દૈનિક “ન્યાય કા પ્રહરી” માં એસોસિયેટ એડિટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનાં જન્મદિન પર આજે દેશ – વિદેશ માં ફેલાયેલા તેમનાં વિશાળ મિત્ર વર્તુળ અને શુભેચ્છકો તરફથી તેઓને તેમનાં મોબાઈલ નં.9825020064 પર શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે.
