આકરી ગરમી અને હીટવેવના રાઉન્ડ વચ્ચે કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ
ગુજરાતમાં ફરી થશે આફ્ટનું માવઠું
ગુજરાતમાં એપ્રિલ માસ દરમિયાન આકરી ગરમી અને હીટવેવના રાઉન્ડ પછી કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે.
11 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 11 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવશે.આ સમય દરમિયાન આગામી એક અઠવાડિયા સુધી હિટવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં સમગ્ર રાજ્યમાં 40 ડિગ્રીથી વધુનું તાપમાન નોંધાવવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. આ સાથે 13 એપ્રિલથી 16 એપ્રિલ સુધી કેટલાક વિસ્તારમાં માવઠાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
તો આગામી 13 થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની તીવ્ર અસર રહે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની તીવ્રતા રહે તેવી સંભાવના, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા છુટાછવાયા માવઠાની સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે