આગાહી અમારી: બે-ત્રણ ઈંચ વરસાદ થતા જ તંત્રએ કરેલી પ્રિમોન્સૂન કામગીરી ધોવાઈ જશે
તંત્રની પ્રિ-મોન્શુન કામગીરી કાગળ પર જ; મેઈન રોડ થશે બ્લોક સ્કૂલ – કોલેજ,નોકરીએ જવુ થશે મુશ્કેલ
મોરબી: રાજ્યમાં ચોમાસું વિધીવત રીતે બેસી ગયુ છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે મોરબીમાં બે-ત્રણ ઈંચ વરસાદ પડતા જ શનાળા રોડ, રવાપર રોડ, છાત્રાલય રોડ સહિતના માર્ગ પાણીમાં ગરકાવ જોવા મળશે કેમ કે તંત્ર દ્વારા જે પ્રકારની પ્રિ-મોન્શુન કામગીરી કરવામાં આવી છે યોગ્ય થઈ જ નથી ખાલી વિકાસની વાતો જ કરી છે. મોરબીમાં પાણી ભરાતા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ આગોતરુ આયોજન નહીં કરવામાં આવે તો સ્થાનિકોને ભારે હાલાકી ઉભી થશે. કેમ કે થોડા દિવસ પહેલા પડેલા થોડાંક વરસાદે મોરબી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીનાં ભરાવનાં દ્રશ્યો સર્જાતા જાણે શહેરીજનો રામભરોસે હોય તેવું લાગી રહ્યું હતું.
રાજ્યમાં ચોમાસુ બેસી ગયુ છે અને મોરબીમાં મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી પણ કરી દિધી છે ત્યારે દર વર્ષે દરેક શહેરની જેમ મોરબી નગરપાલિકા અને તંત્ર દ્વારા પ્રિ – મોન્શન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ વરસાદની સાથે તે કામગીરી પણ ધોવાઈ જતી હોય છે અને તંત્રની પ્રિ- મોન્શુન પ્લાન કાગળ પર જ દેખાતો રહી જાય છે. મોરબી શહેરમાં છ જેટલા મોટા વોકળા જેના પર અવરોધો ઊભા થઈ ગયા છે જેથી પાણીનો નીકાલ જ નથી વોકળા પર મકાનો બની ગયા છે જેથી તે પાણી પણ શહેરમાં જ પ્રવેશ કરશે. શહેરમાં ઠેરઠેર ભરાતા વરસાદી પાણીના નીકાલની વ્યવસ્થા જ નથી જેથી મોરબીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. નગરપાલિકા અને તંત્રના પાપે બે – ત્રણ ઈંચ વરસાદ પડતા શનાળા રોડ, રવાપર રોડ, છાત્રાલય રોડ, લાઠી પ્લોટ વિસ્તાર જેવા અનેક વિસ્તારો અને માર્ગ બંધ થઈ જશે. ત્યારે સવાલ એ છે કે જે વિસ્તારો અને રોડ રસ્તા વરસાદ થવાથી પાણીમાં ડૂબી જાય છે ત્યાં પાણીના નીકાલની વ્યવસ્થા પાલિકા દ્વારા કરાઈ છે કે કેમ? જો પૂરતી વ્યવસ્થા નહી થાય તો વાહનચાલકો , શહેરીજનો, અપડાઉન કરતો નોકરીયાત વર્ગ, કોલેજમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને કેવી મુશ્કેલી પડશે, ? તંત્ર દ્વારા પુરતું ધ્યાન નહી આપવામાં આવે તો શનાળા રોડ, રવાપર રોડ જેવા મેઇન રસ્તા બ્લોક થઇ શકે છે.
અને જો વરસાદ એક જ દિવસમાં આઠ – દશ ઈંચ પડી જશે તો પાણીનો નીકાલ કરવો મુસીબત સમાન રહેશે અને પાણી ભરાવાની સમસ્યા રહેશે જે પાણી શુકાતા એઠવાડીયુ પણ થઈ શકે છે અને તેના કારણે જે મલેરીયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળશે તેનો ભોગ મોરબી વાસીઓ જ બનશે.
મોરબી નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો મોરબીના વિકાસના બણગાં ફુકી રહ્યા છે અને અહિ નજરે જોઈ શકાય છે કે ગટરના ઢાંકણ વિનાની કુંડીઓ તથા ગટરોના પાઇપમાં કચરો ભરાયેલ છે જેના કારણે મોરબીમાં અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાઈ રહી છે કેમ પાણી અંદર તો જઈ શકતુ નથી લોકો રજુઆત કરે છે પણ કાન કોન દે છે. અચાનક બે – ત્રણ ઈંચ વરસાદ પડી જશે તો પબ્લિક હેરાન થઈ જશે.