કેએલ રાહુલ ખૂબ જ નબળા ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે, તેણે ઇંગ્લેન્ડ સામે છેલ્લી ત્રણ ટી -20 મેચોમાં ખરાબ પ્રદર્શન દ્વારા તેમના ચાહકોને નિરાશ કર્યા છે. પહેલી મેચમાં તે એક રન બનાવી આઉટ થયો હતો, ત્યારબાદ બીજી અને ત્રીજી મેચમાં તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. જોકે, કેએલ રાહુલના આ નબળા પ્રદર્શન બાદ પણ તે ટીમમાં સામેલ છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ તેમનામાં વિશ્વાસ દર્શાવ્યો હતો, તેણે કેએલ રાહુલને એક સ્ટાર ખેલાડી તરીકે વર્ણવ્યો હતો. કેપ્ટન કોહલી બાદ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે પણ તેમની પ્રશંસા કરી છે અને તેમને ટી -20 ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ગણવાયો છે. ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં જો તમે નજર નાખો તો કેએલ રાહુલ ટી -20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને ખરાબ તબક્કો દરેકનો આવે છે. તેની સ્ટ્રાઇક રેટ 145 રહી છે. હવે જો તે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં નિષ્ફળ ગયો, તો તેનો અર્થ એ નથી કે તે અમારી ટીમનો શ્રેષ્ઠ બેટ્સમેન નથી. તમે એ હકીકતને બદલી શકતા નથી કે, છેલ્લા એક વર્ષમાં તેણે ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે, છેલ્લા એક વર્ષમાં, મર્યાદિત ઓવરના ફોર્મેટમાં તેની બેટિંગ ઘણી સારી રહી છે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેનું પ્રદર્શન શ્રેષ્ઠ હતું. કે.એલ.રાહુલના નબળા ફોર્મ વિશે વિક્રમએ આગળ કહ્યું કે, “તેના ખરાબ સમયમાં તેને ટીમના ટેકાની સખત જરૂર છે અને હું માનું છું કે એક ટીમ તરીકે આપણે તેમનું સમર્થન કરવું જોઈએ. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે તે જલ્દીથી તેના ફોર્મમાં પાછો ફરશે.” તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી 20 સિરીઝ રમી રહી છે અને ત્રીજી મેચ હાર્યા બાદ ભારતીય ટીમે 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે. હવે પછીની મેચ 19 માર્ચે રમાશે.