રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારમાં થાય છે. આ વખતે 30મી કાર્યશાળા (સેમિનાર) તારીખ ૨૦/૦૨/૨૦૨૫ ને ગુરુવાર ના રોજ રાત્રે ૯:૧૫ વાગ્યે મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ, શનિદેવના મંદિર પાછળ યોજાશે.
વક્તા વિપુલભાઈ અઘારા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ મહાકુંભ મેળો એક પરીચય પર એક વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને( અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા લોકોને વિનંતી કરવામાં આવી છે.