Monday, December 23, 2024

અડધી રાત્રે ઘરેથી નીકળી ગયેલ તરુણીનુ માતા સાથે મીલન કરાવતી મોરબી અભયમની ટીમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તારીખ 13/5/2024 ના રોજ઼ અડધી રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 કોલ આવેલ કે એક 15 વર્ષની આસપાસની દીકરી મળી આવેલ છે અને ભૂલી પડી ગયેલ હોય એવુ લાગે છે માટે મદદ ની જરૂર છે.

ત્યાર બાદ 181 ટીમ ના કાઉન્સેલર પટેલ સેજલ કોન્સ્ટેબલ જયેશ્રીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે દીકરી સુધી પોહચેલ. તે સજ્જન વ્યક્તિ એ જણાવેલ કે દીકરી અડધી રાત્રે રસ્તા પર એકલી જતી હોય અને તેમની ઉંમર નાની હોવાથી ભૂલી પડી ગયેલ હોય તેવું લાગે છે માટે અભયમ ટીમ દ્વારા સૌ પ્રથમ સાંત્વના આપી સરળતા પૂર્વક કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે ઘર કામ કરતા રકજક થયેલ અને તરૂણી ને માઠું લાગી આવતા એમની માતા ને જાણ ન થાય એવી રીતે ઘરે થી નીકળી ગયેલ હોય ત્યારબાદ 181 ટીમે કિશોરીને સમજાવેલ કે આવી રીતે ઘરેથી નીકળી જવું ન જોઈએ તેમજ કાઉન્સિલિંગ દરમ્યાન સરનામું જણાવ્યા પ્રમાણે તેના ઘરે લઈ જઈ કિશોરીને તેમના માતા પિતા ને સોંપેલ તેમજ ટીમ દ્વારા તેમના માતા પિતા ને જણાવેલ કે હવે પછી તેમની દીકરીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે અડધી રાત્રે ઘરેથી ન નીકળે આમ દીકરીનું પરિવાર સાથે મિલન કરાવેલ દીકરી ના પરિવારે 181 અભયમ ટીમ નો આભાર માન્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર