Wednesday, January 15, 2025

હળવદ શહેરમાં એક્સીડન્ટ થતા યુવક તથા તેના ભાઇ, કાકાને પાંચ શખ્સોએ પાઈપ વડે ધોકાવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ શહેરમાં આંબેડકર સર્કલ પાસે શેરાની ગેરેજ સામે યુવકના મોટરસાયકલ સાથે એક્ટીવાનુ એક્સીડન્ટ થતા શખ્સે યુવક સાથે ઝગડો કરી ભુંડી ગાળો આપી તે દરમ્યાન પાછળથી એક કાળા કલરની ફોર વ્હીલ ગાડીમાં ચાર શખ્સો આવી યુવક સહિત તેના ભાઈ અને કાકાને પાઈપ અને ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે પાંચે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદમાં હનુમાનજી મંદિર પાસે ખારીવાડીમા રહેતા વિપુલભાઈ ધીરજભાઈ તારબુંદીયા (ઉ.વ.૨૮) એ આરોપી કીશન ઉર્ફે કાળુ તથા કીશન ઉર્ફે કાળુનો ભાઇ ભોડી તથા ભાવેશ ઉર્ફે ભાવુભા ઠાકોર તથા કિશન ઉર્ફે કાળુનાં કાકાનો છોકરો તથા દેવાભાઈ કોળીનો છોકરો ભૂરો રહે. બધા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૫- ૨૦૨૩ ના રોજ ફરીયાદીના મોટરસાયકલ સાથે આરોપી કીશન ઉર્ફે કાળુ બાબરીયાની એક્ટીવાનું એક્સીડન્ટ થતા આરોપી કીશન ઉર્ફે કાળુએ ફરીયાદી સાથે ઝગડો કરી ભુંડી ગાળો આપી તે દરમ્યાન પાછળથી એક કાળા કલરની ફોર વ્હીલ ગાડીમાં ચાર ઇસમો આવી ઝગડો કરી માર મારવા લાગેલ અને ફરીયાદીના ભાઇ અનિલને માથાનાં ભાગે ડાબા કાન પાછળ આરોપી ભોડીએ પાઇપ મારેલ તેમજ ફરીયાદીના કાકા બળદેવભાઇને ડાબા હાથે કોણી ઉપર આરોપી ભુરાએ ધોકો મારેલ તેમજ બળદેવભાઇને માથાનાં પાછળનાં ભાગે આરોપી કીશન ઉર્ફે કાળુએ પાઇપ મારેલ તેમજ ફરીયાદીને આરોપી કીશનના કાકાના છોકરાએ હાથોથી મુંઢ માર મારેલ અને આરોપી ભાવેશ ઉર્ફે ભાવુભા ઠાકોરે છુટ્ટા પથ્થરાઓ મારી ફરીયાદી તથા સાહેદોને ઇજા કરી ભુડીં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવક વિપુલભાઈએ પાંચે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર