Thursday, October 31, 2024

ટંકારામાં ACB ની સફળ કામગીરી: લાંચલેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારામાં સરકારી યોજનાના ફોર્મ ભરવામાં નિયત કરતા વધુ ફીના ઉઘરાણા કરનારને એસીબી ટીમે ઝડપી લીધો

ટંકારામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા ઇસમેં સરકારી યોજનાના ફોર્મ ભરવામાં નક્કી કરેલ ફી કરતા વધુ રકમના ઉઘરાણા કરવામાં આવતા હોય જે મામલે એક જાગૃત નાગરિકે કરેલ ફરિયાદને પગલે એસીબી ટીમે સ્થળ પર તપાસ કરતા વધુ રકમના ઉઘરાણા થતા હોવાનું ફલિત થતા એસીબી ટીમે એક ઈસમને ઝડપી લઈને ૨૦૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે

ટંકારાના લતીપર રોડ પર આવેલ દ્વારકાધીશ કોમ્પેલ્ક્ષમાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ નામનો ઇસમ કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈપણ યોજનાઓના/સહાયનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી આપવાનુ અને પોતે CSC નુ પ્રમાણપ્રત્ર ધરાવતા હોય જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ “પી.એમ. વિશ્વકર્મા યોજના” અંતર્ગત અરજી કરવા આવતા અરજદારોને ઓનલાઇન અરજી કરવા પેટે દરેક ઓન લાઇન ફોર્મ ઉપર આરોપીને સરકારશ્રી તરફથી ફોર્મ દીઠ મહેનતાણુ ચુકવવામાં આવતુ હોય જે બાબતે કેન્દ્ર સરકાર તરફથી જારી થયેલ માર્ગ દર્શિકાની પુસ્તિકા ભારત સરકાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગો મંત્રાલય પીએમ વિશ્વકર્મા અમલીકરણ માટેની માર્ગદર્શિકા ના પેરા નંબર-૫.૧.૫માં (પીએમ વિશ્વકર્મા હેઠળ નોંધણી માટે કોઇ ફી અથવા શુલ્ક લેવામાં આવશે નહી. યોજના હેઠળ સી.એસ.સી. દ્વારા નોંધણીનો સંપુર્ણ ખર્ચ અને ત્યારબાદની નોંધણી અને પ્રમાણપત્ર/ઓળખપત્ર જારી કરવાનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.) તેવી સ્પષ્ટ મર્ગદર્શન હોવા છતા આ કામના આરોપી પોતાની પાસે પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત અરજી કરવા આવતા અરજદારો પાસેથી રૂપિયા ૨૦૦ થી ૫૦૦ સુધીની રકમ ઉઘરાવતો હોવાની ફરિયાદ જાગૃત નાગરિક તરફથી મળી હતી

જેથી મોરબી એસીબી ટીમ વોચમા રહી આવતા જતા અરજદરને મળી એક અરજદાર ડીકોયર તરીકે રહેવા સહમત થતા પોતાનુ પી.એમ. વિશ્વકર્મા યોજનાનુ ઓન લાઇન ફોર્મ ભરવા મોકલતા આરોપીએ ડીકોયરનુ પોતાના CSC ID :56375310019 પાસ વર્ડ નંબર-Jiten$5637 ઉપર ઓનલાઇન ફોર્મ ભરી આપી ફોર્મની નકલ આપી અવેજ પેટે અરજદાર પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.૨૦૦ ની માંગણી કરી રકમ સ્વીકારી હતી જેથી એસીબી ટીમે આરોપી જીતેન્દ્રકુમાર પ્રવીણભાઈ ચૌહાણને ઝડપી લઈને લાંચની રકમ રૂ ૨૦૦ રીકવર કરી છે

રાજકોટ એસીબીના મદદનીશ નિયામક વી કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ એચ એમ રાણાની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર