Monday, December 23, 2024

આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા કરાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નગરપાલીકા દ્વારા મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)નું સંચાલન શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા-અમદાવાદને આપવામાં આવ્યુ છે ત્યારે આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તરફથી કરવામાં આવશે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે જે અવિરતપણે ચાલુ રહેશે તેમજ દરરોજ બંને ટાઈમ મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે પણ જલારામ પ્રાર્થના મંદિરનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તથા નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર