આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રીરામનો પ્રાગટ્યોત્સવ, મહાઆરતી, ફરાળ મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા
બહોળી સંખ્યામાં રામભક્તોએ મહાઆરતી તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા તા.૬-૪-૨૦૨૫ રવિવાર ના રોજ સનાતન હિન્દુ ધર્મ નાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ નિમિતે શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જે અંતર્ગત બપોરે ૧૨ કલાક થી પ્રભુ શ્રીરામ નો પ્રાગટ્યોત્સવ, મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં રામભક્તોએ ઉપસ્થિત રહી મહાઆરતી તથા મહાપ્રસાદ નો લાભ લીધો હતો. ફરાળ મહાપ્રસાદ ની વ્યવસ્થા સી.પી.પોપટ,જીજ્ઞેશભાઈ પોપટ, ભાવેશભાઈ આડઠક્કર પરિવાર તરફથી યોજવા માં આવી હતી.
કાર્યકર્મ ને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, જીલ્લા ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, કૌશલભાઈ જાની, માતૃશક્તિ અધ્યક્ષા ભારતીબેન રામાવત સહીતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.