Thursday, January 23, 2025

આજથી તા.13 થી 15 જૂન સુધી જિલ્લાની તમામ શાળાઓમાં ત્રણ દિવસ રજા જાહેર કરવામા આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : રાજ્ય પર સંભવિત બીપરજોય વાવાઝોડુ ત્રાટકી શકે છે અને મોરબી સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લામાં જેની અસર વર્તાઈ શકે છે જેથી સરકારના આદેશને પગલે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આજથી તા.૧૩થી તા.૧૫ જૂન સુધી જિલ્લાની તમામ શાળાઓમાં ત્રણ દિવસ રજા જાહેર કરવામા આવી છે, જ્યારે શિક્ષકોએ ફરજ ઉપર હાજર રહેવા જણાવાયું છે.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી એન.વી.રાણીપાએ સતાવાર રીતે જાહેરાત કરી જણાવ્યું હતું કે, બીપરજોય વાવાઝોડાની વિનાશક અસરની દહેશતને કારણે મોરબી જિલ્લામાં આવતીકાલે તા.૧૩, ૧૪ અને ૧૫ના રોજ ધોરણ ૧થી ૧૨ સુધીની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમા રજા જાહેર કરવામાં આવી છે. જો કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાના તમામ કર્મચારીઓએ ફરજ ઉપર અવશ્ય હાજર રહેવાનું છે. આ આદેશનો તમામ શાળા સંચાલકો અને આચાર્યને પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર