મોરબી તાલુકા ના વિરપરડા ગામે આજે ગ્રામપંચાયત ઓફિસ ખાતે હજનારી ગ્રામપંચાયત ના vce અને વિરપરડા ગ્રામપંચાયત ના vce ના સહયોગ થી આધારકાર્ડ નો કેમ્પ યોજાયો હતો.
જેમાં આધારકાર્ડ નામ માં સુધારો, એડ્રેસ માં સુધારો, મોબાઈલ નંબર અપડેટ, 18 વર્ષ થી નીચેના બાળકો ના નવા આધાર કાર્ડ, બાયોમેટ્રિક અપડેટ કામગીરી કરવામાં આવી હતી.આ કેમ્પ નો 30 થી વધુ લોકો એ લાભ લીધો હતો.
મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -૦૩ ડેમના પુલ પરથી ગયકાલે છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે.
મળતી માહિતી મુજબ ગઇકાલે બપોરના ૨:૩૦ વાગ્યાની આસપાસ કોઈ કારણસર મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -૦૩ ડેમના પુલ પરથી એક અજાણ્યો યુવકે...
આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે
મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે તા.૨૭ અને ૨૮ ડીસેમ્બર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી મોરબી શહેર તેમજ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળ છાયું વાતાવરણ બની ગયું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો...
મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં માળિયા (મીં) થી મોરબી હાઈવે રોડ પર પાટીદાર ટાઉનશિપ સામે રોડ પર કારમાંથી દેશી દારૂ જેવું કેફી પ્રવાહી ૫૦૦ લી. કિં.રૂ. ૧,૦૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મહિલા સહિત બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન...