વિનય સ્કૂલ નો ખરાબો દેખાતો નથી અને ગરીબોના ઝુંપડા હટાવવા તંત્ર ના હવાતિયાં
મોરબી જિલ્લાના ઘુનડા(સ) ના ગામ સર્વે નંબર માં આવેલી વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ ના ભાગીદારો એ ખેડૂત ની જમીન માં ગેરકાયદેસર કબ્જો કર્યો હતો જે ચક્રવાત દ્વારા અહેવાલ પ્રસારિત કરતા રાતોરાત તંત્રને જુલાબ થતા રાતોરાત બુલડોઝર ફેરવી દબાણ દૂર કરાયું હતું
પરંતુ એજ વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સામે આવેલા સરકારી ખરાબા સર્વે નં ૮૦૧ માં પાકા બાંધકામના ગેરકાયદેસર કબ્જા વાળા ડુમ અને સ્વિમિંગપુલ બનાવી આર્થિક હેતુ માટે દબાણ કરેલ હતું સાથે તે જ ખરાબા માં ગરીબ ખેડૂત બચુભાઈ પાદરીયા(કોળી) એ ખેત મજૂર માટે ઝૂંપડી બનાવી હતી
જાગૃત નાગરિક દ્વારા સરકારી ખરાબામાં દબાણ દૂર ની રજુવાત કરતા ભ્રષ્ટાચાર માં કામાંધ બનેલા તંત્ર દ્વારા ખેડૂત ને ૧૦ દિવસ માં ઝુપડી પાડી દેવા તારીખ ૨૫/૧૦/૨૪ના નોટીસ આપી જયારે વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ નું ગેરકાયેસર દબાણ કાયદેસર કરવા અભિપ્રાય આપ્યો
જૂના ફિલ્મો ની જેમ મોરબી ના કાયદો પણ અમીરી ગરીબી જોઈ ને કાયદાનું કામ કરે છે, એક જ સર્વે નં ના ખરાબા માં ખેડૂત ને ઝૂંપડું પાડી નાખવાની નોટિસ આપવામાં આવે છે અને વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ ને ગેરકાયદેસર પાકા ડૂમ અને સ્વિમિંગપુલ વગરે ની વિધાર્થી પાસે મોટી રકમ વસૂલી વેપલો કરનાર માટે દબાણ કાયદેસર કરવા અભિપ્રાય આપે છે
હાલ એવી પણ ચર્ચા એ જોર પકડ્યું છે કે વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ ના ભાગીદારો અને અધિકારી ના ઈલુ ઈલુ થી સોનાની લગડી જેવી ૩ વીઘા જેવી જમીન કે જેમાં વિનય સ્કૂલ નો ગેરકાયદે પાકા બાંધકામના કબ્જા છે તેને કાયમી કરી દેવા બધા ભેગા મળી ભ્રષ્ટાચાર નો હલવો પકવે છે