1 ઓગસ્ટ, 2021થી તમે બેંકની રજાઓમાં પણ તમારા ખાતામાં પગાર મેળવી શકશો. તમે રવિવાર અથવા રજાઓમાં તમારા ઘર, કાર અથવા ખાનગી લોન, ટેલિફોન, ગેસ અને વીજળીના બિલના માસિક હપ્તા ચૂકવી શકશો. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે સામાન્ય માણસને મોટી રાહતમાં દરરોજ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) સિસ્ટમ કાર્યરત રાખવાનો નિર્ણય કર્યો હતો. આમાં રવિવાર અને તમામ બેંક રજાઓ શામેલ છે.
આરબીઆઈએ સામાન્ય માણસને મોટી રાહત આપી, નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ સિસ્ટમ દરરોજ કામ કરશે,
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ નિર્ણયો વિશે માહિતી આપતા આ વાત કરી હતી. જો તમે બેંક ખાતામાંથી આપોઆપ કોઈ ઇએમઆઈ અથવા બિલ ચૂકવવાની સુવિધાનો લાભ લીધો હોય, તો તમારે 1 ઓગસ્ટથી ખાતામાં પૂરતું બેલેન્સ રાખવું પડશે, નહીં તો ઓછા બેલેન્સને કારણે ચુકવણીમાં નિષ્ફળતાને પરિણામે દંડ થઈ શકે છે. હાલની સિસ્ટમ હેઠળ રવિવારે પૂરતા બેલેન્સના અભાવે અને સોમવારે પૈસા જમા થતાં હપ્તા અથવા બિલની સુકવણી સોમવારે થાય છે.
શું હોય છે NACH
આ એક એવી બેન્કિંગ વ્યવસ્થા છે જેના દ્વારા કંપનીઓ અને સામાન્ય વ્યક્તિ પેમેન્ટ પ્રક્રિયા સરળતાથી પૂરી કરી લે છે. સેલરી પેમેન્ટ, પેન્શન ટ્રાન્સફર, ઇલેક્ટ્રિક બિલ, પાણીનું બિલનું પેમેન્ટ આ દ્વારા થાય છે. પત્રકાર પરિષદમાં આરબીઆઈ ગવર્નરે કહ્યુ હતું કે,- આ પ્રક્રિયામાં સુધાર બાદ સરકારી સબ્સિડી સમય અને પારદર્શી રીતે લોકોના ખાતામાં પહોંચી જશે.