હળવદ નગરપાલિકા દ્વારા ચાર મહિના પહેલા નંખાયેલી નવી સ્ટ્રીટ લાઈટો હજુ બંધ હાલતમાં
હળવદ પાલિકા ના વોર્ડ.૫ માં છવીસ લાખ ના ખર્ચે નખાયેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાનું મુહૂર્ત નથી મળતું?
શહેર ના સરા ચોકડી થી નંદન સોસાયટી સુધી નાખવામાં આવેલી તમામ સ્ટ્રીટ લાઈટો ગુણવત્તા વગર ની..પાલિકા સદસ્ય ભાજપ શાસિત હળવદ નગરપાલિકા પાછલા ઘણા સમય થી વિવિધ વણ ઉકેલ્યા કામો ને હિસાબે વિવાદ માં આવી છે ત્યારે શહેર ના વોર્ડ ૫ વિસ્તાર માં ચાર માસ પહેલા રૂ.૨૬ લાખ ના ખર્ચે સરા ચોકડી થી નંદન સોસાયટી સુધી નાખવામાં આવેલી તમામ સ્ટ્રીટ હજુ ચાલુ કરવાનું તંત્ર ને મુહૂર્ત આવ્યું નથી જેના કારણે આ વિસ્તાર ના તમામ રહીશો મુસીબતો વેઠી રહયા છે.
હળવદ નગરપાલિકા નો વહીવટ ઘણા સમય થી કથળી જતા શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તાજેતર માં શહેર ના વાલ્મિકી સમાજ ના સફાઈ કામદારો નવ નવ દિવસ થી પોતાના પ્રશ્ન ને લઇ ને ઉપવાસ ઉપર ઉતરી પડતા શહેર માં ગંદકી ના થર જામી ગયા છે જોકે હાલ આ સફાઈ કામદારો ની માંગ સંતોસાઈ જતા સોમવાર થી સફાઈ કામે લાગી ગયા છે આવા સમયે શહેર ના વોર્ડ સાત માં તમામ પાયા ની સુવિધાઓ ના અભાવે આજ વિસ્તાર ના ચૂંટાયેલા સદશ્યએ પાલિકા ના ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવી વિવિધ કામો હાથ ધરવા રજુઆત કરી હતી અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તો બીજી તરફ શહેર ના વોર્ડ ૫ માં આવતા સરા ચોકડી થી નંદન સોસાયટી સુધી ચાર મહિના પહેલા નાખવામાં આવેલી તમામ સ્ટ્રીટ લાઈટો ના કામો ટેન્ડર માં દર્શાવેલ ગુણવત્તા વગર ના હોવાને કારણે અને એલ.એ.ડી. લાઈટો તેમજ તેના કેબલ વાયરો પણ ગુણવત્તા વગર ના હોવાની અને આ કામ માં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા ની રાવ પાલિકા ના ચીફ ઓફિસર ને આ જ વિસ્તાર ના ચૂંટાયેલા સદસ્ય સતિષભાઈ પટેલે કરતા હજુ સુધી આ લાઈટ ચાલુ નહી થતા લોકો ને રાત્રે અંધારપટ માંથી પસાર થવું પડે છે.
રવિ પરીખ હળવદ