Monday, September 23, 2024

મોરબીમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા એ જિલ્લાનાં તમામ સરપંચોને સરકારની યોજના વિશે માહિતી આપી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ટાઉનહોલ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મરજાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોના સરપંચો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારની યોજનાઓનો લાભ છેવાડાના ગામ સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો કેવી રીતે સરકારી યોજનાનો લાભ લે તેની માહિતી આપવામાં આવી હતી

મોરબીના ટાઉનહોલ ખાતે ગુજરાત સરકારની કલ્યાણ કારી યોજના કાર્યક્રમ અંતર્ગત એક મીટીંગ યોજાઈ હતી જેમાં જિલ્લાભરના ગ્રામ પંચાયતના સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાજેમાં ગરીબ ,દિવ્યાંગો, ખેડૂતો, ગંગાસ્વરૂપા  બહેનો સહિતનાંઓ માંટે સરકાર દ્વારા સહાયક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી છેવાડાના લોકો સુધી આ યોજનાઓના લાભ પહોંચે અને લોકો આ યોજનાનો લાભ લે તે અંગે સરપંચોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું


આ મિટિંગમાં પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, લીપીબેન ખંધાર, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલા અરવિંદ વાસળીયા, કિશોરભાઈ ચીખલીયા, હીરાભાઈ ટમારીયા, ટીડીઓ પરાગ ભગદેવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આજરોજ ગ્રામ પંચાયતોના વિવિધ પ્રશ્નોને લઈને કલેકટર સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગ્રામ પંચાયતના વિવિધ પ્રશ્નોના સંબંધિત વિભાગોને જાણ કરી વહેલી તકે યોગ્ય નિરાકરણ કરવાની ખાતરી આપી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર