આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.
આજની ગ્લોબલ વોર્મિગ અને પર્યાવરણની વિકટ સમસ્યા મામલે સંસ્થાઓ અને જાગૃત નાગરિકો તથા સરકાર નિતનવા ગતકડાં કરે છે.પણ આ સ્થિતિ બદલાવ લાવવા નક્કર પ્રયાસો ભાગ્યે જ થાય છે.ઘણી સંસ્થાઓ કે જાગૃત નાગરિકો તેમજ ઉધોગકારો કે ઇવન સરકારને પણ પર્યાવરણ દિવસે જ વૃક્ષારોપણ કરવાનું યાદ આવે છે.ઘણા લોકો એવો બચાવ કરે છે કે ,પર્યાવરણનું જતન એકલા હાથે કરવું મુશ્કેલ છે.પણ પ્રયાસ કર્યા વિના હાર માની લેવી એ ક્યાંનો ન્યાય છે.પણ એક જ્યોતથી અનેક દીપ પ્રગટાવી શકાય તો એકલા હાથે હરિયાળી કાંતિ કેમ ન થઈ શકે.જી હા આપણે અહીં એક એવા પર્યાવરણ પ્રેમીની વાત કરવાની છે કે જેમણે ફેકટરી અને સુખી સમૃદ્ધ તથા એશ આરામની જિંદગી ન્યોછાવર કરીને વૃક્ષ વાવીને એકલપંડે હરિયાળી કાંતિ સર્જી છે.એમનું નામ છે જીવરાજભાઈ લિખિયા.
મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા સુખી સંપન્ન 76 વર્ષીય જીવરાજભાઈ લિખિયા પોતાની હરિયાળી કાંતિ વિશે પોતાના જ શબ્દોમાં કહે છે કે ,મારુ મૂળ વતન મોરબી તાલુકાનું અમરણ ગામ છે.પણ હું ધંધાર્થે 40 વર્ષથી નવસારીમાં રહ્યો હતો.ધંધામાં ખૂબ કમાયા બાદ પરિવાર સાથે 7 વર્ષ પહેલાં વતન મોરબી પરત આવ્યા અને મોરબીમાં સીરામીક ફેકટરી નાખી રોજબરોજનની જીવનની ઘટમાળમાં પરોવાય ગયા.પૈસેટકે તો પહેલેથી સુખી સંપન્ન છે.દરમ્યાન જીવરાજ દાદાના ધ્યાને આવ્યું કે ,મોરબી શહેર તો ઔદ્યોગિક રીતે તો સમૃદ્ધ છે.પણ શહેરમાં વૃક્ષોની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે.મોરબી શહેર એકદમ સિમેન્ટ ક્રોક્રેટનું જંગલ બની ગયું છે.આથી જીવરાજ દાદાએ પર્યાવરણનું જતન કરવા માટે સરકાર કે સંસ્થાઓ પાસેથી અપેક્ષા રાખવાને બદલે એકલપડે વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો અને સાથે મોરબીને લીલુંછમ હરિયાળું બનાવનું જીવરાજબાપાનું અભિયાન શરૂ થયું.
જીવરાજ બાપાએ પાંચ વર્ષ પહેલાં નર્સરીમાંથી રોપા લાવીને મોરબી આસપાસના વિસ્તારોમા વિસ્તારમાં વૃક્ષો વાવ્યા.જેમાં ખાસ કરીને રવાપર ચોકડીથી જોધપર નદી ડેમ કાંઠા સુધી વૃક્ષો વાવ્યા છે.જોધપર નદી ડેમ કાંઠે તો 11 વિધા જમીનમાં 700 વૃક્ષો અને ભાણદેવજી મહારાજના આશ્રમ પાસેના ખરાબામાં વાવેવા 400 વૃક્ષો ઘેઘુર બની ગયા છે.તેમજ અનેક સીરામીક ઝોન વિસ્તારમાં વૃક્ષો વાવ્યા છે.ચાર વર્ષથી તેમનું નિયમિત એક જ કામ રહ્યું છે વધુને વધુ વૃક્ષ વાવવાનું .જે લોકો તેમને વૃક્ષ વાવવા બોલાવે કે તરતજ જીવરાજ બાપા એજ સેકન્ડે મારતા ધોડે પહોંચી જાય અને હોંશે હોંશે વૃક્ષોનું વાવેતર કરી નાખે એટલું જ નહીં વૃક્ષ ફરતે ફેન્સીગ સહિતની સુદ્રઢ વ્યવસ્થા કરે છે.તેમજ નિયમિત પાણી પાવાનું અને વૃક્ષ જ્યાં સુધી મોટું ન થાય ત્યાં સુધી જીવરાજ બાપા એની કાળજી લે છે.
જીવરાજ બાપાએ પોતાની ફેકટરી સહિતની બધી જ જવાબદારી પુત્ર પર છોડી દીધી છે.બસ હવે તો એમને ફક્ત વૃક્ષો વવીને તેનો ઉછેર કરવાનું ધૂન લાગી છે.જીવરાજ દાદાએ અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વૃક્ષ વાવીને મોટા કર્યા છે.અને આજે 76 વર્ષની ઉંમરે પણ એકદમ કડેઘડે છે.તેમને નખમાય રોગ નથી.એકદમ તંદુરસ્ત છે.76 વર્ષની ઉંમરે પણ દરરોજ 12 કલાકથી વધુ સમય સુધી વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરે છે.વૃક્ષારોપણની પ્રવૃત્તિ માટે તેમણે આઠ મજૂરોની ટિમ પાણીનો સંપની વ્યવસ્થા રાખી છે.ઉપરાંત સીરામીક ઉધોગકારો સામેથી જીવરાજ દાદાને ફોન કરીને વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં ખૂબ સહકાર આપે છે.તેમની દિનચર્યા એ છે કે દરરોજ વહેલી સવારે ઉઠીને સીધા જ વૃક્ષ વાવવા ,વાવેલા વૃક્ષોને પાણી પાવું સહિતની તમામ પ્રવૃતિઓ મોડે સુધી કરતા રહે છે.આ ઉપરાંત રોડ સહિતના કામો.કરીને સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવે છે.જોકે 76 ઉંમરે દરરોજ સતત વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં ઓતપ્રોત રહેવું એ મુશ્કેલ છે.પણ જીવરાજ દાદાએ વધુને વધુ વૃક્ષો વવીને આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવાના ધ્યેયને જીવનમંત્ર બનાવી દીધો છે અને વૃક્ષો વાવવાની આ ઉંમરે પણ એમના એવી ધગશ છે કે કઠિન કામ પણમાં પણ તેમને અનહદ આનદ આવે છે.કાશ ! આવી ધગશ દરેક નાગરિકો આવે તો કદાચ એક શહેર જ નહીં બલ્કે પુરા દેશમાં હરિયાળી કાંતિ આવી જાય તેમ છે.
જીવરાજ બાપા કહે છે કે હું સુખી સંપન્ન અને સમૃદ્ધ છું પૈસેટકે કોઈ જાતની તકલીફ નથી.વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ માટે સીરામીક ઉધોગકારોનો ખૂબ જ સહકાર મળે છે અને ઘરમાં પણ પાણી માંગુ તો દૂધ હાજર થઈ જાય છે મારે એક દીકરો છે રાજુભાઈ એની પત્ની ભાવનાબેન એટલા સમજુ છે કે મારા દરેક પડ્યા બોલનો ખુબ જ આદર કરે છે મારે પુત્રવધુ ભાવનાબેન પાસેથી મજૂરોને ચૂકવવ માટે રૂ.5 હજાર લેવાના હોય છે.પણ ભાવનાબેન સામેથી રૂ.5 હજારને બદલે દરરોજ રૂ.10 હજાર આપી દે છે અને કહે છે કે બાપા આ 10 હજાર લઈ લો.જેથી તમારે વારે ઘડીયે માંગવા નહિ અને સેવકામ માટે જેટલા પૈસા જોઈએ તેટલા પૈસા તમ તમારે લઈ લજો. આવી પુત્ર કરતા પણ વિશેષ આવા પુત્રવધૂને સ્વભાવથી જીવરાજ બાપા ગદગદીત થઈ જાય છે અને જીવરાજ બાપા ઈશ્વરને પ્રાર્થના કરીને કહે છે.આવી પ્રેમાળ પુત્રવધુ દરેક ઘરમાં હોવી જોઈએ જેથી વડીલોની ભાવના સમજી શકે એને એમનો ખૂબ આદર કરે.
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા...
સવંત ૨૦૮૧ ને કારતક વદ નોમ રવિવાર તા.૨૪મી નવેમ્બર થી કારતક વદ અમાસને શનિવાર તા.૩૦મી નવેમ્બર સુધી મોરબી એવન્યુ પાર્ક ખાતે ભાગવત કથાનું ભવ્ય આયોજન.
મોરબીના બહુચર આનંદ ગરબા મંડળ દ્વારા વર્ષના મહત્વના ધાર્મિક કાર્યક્રમ તરીકે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આયોજન પિતૃઓના મોક્ષાર્થે તથા ગૌશાળાના લાભાર્થે...