Sunday, September 22, 2024

મોરબી સહિત રાજ્યભરમાં સ્ટોન ક્રશર સંચાલકો પેન્ડીગ માંગણીઓને લઇ ને હડતાલ પર ઉતર્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કપચી ન મલતા અનેક બાંધકામો ઠપ્પ થવાથી ભીતી સેવાઈ રહી છે

ક્રશર ઠપ્પ થતા હજારો શ્રમીકો ની રોજીરોટી પર સીધી અસર થશે

કપચી નાં ભરડીયા સંચાલકો દ્વારા અચોક્કસ મુદત ની હડતાળ નાં પગલે શ્રમીકો ની રોજીરોટી બંધ થશે તો સાથે સાથે રોડ રસ્તા અને બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઇ જશે આરટીઓની કનડગત અને ખાણખનીજ વિભાગની અવળચંડાઈને પગલે મોરબીના 45થી વધુ તેમજ રાજ્યના 3000 જેટલા સ્ટોન ક્રશર એટલે કે કપચીના ભરડિયા સંચાલકો તા.1લીમેથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા સમગ્ર રાજ્યમાં આ હડતાળની અસર વર્તાવવાની શરૂઆત થી ગઈ છે, રોડ રસ્તાના અનેક કામો ખોરંભે પડ્યા છે તો બાંધકામ સાઈટો ઉપર પણ કપચી ન પહોંચતા બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થયો છે.
મોરબી સહીત રાજ્યભરમાં કવોરી ઉધોગકારોએ અલગ અલગ પ્રશ્ન સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે તેઓના પ્રશ્નો વિશે ઉધોગકારોએ જણાવ્યું હતું કે કવોરી ઉધોગના ખાડા માપણીનો પ્રશ્ન ,લીઝ વિના ખાનગી માલિકીની જમીનમાં કવોરી લીઝ વગર ન આપવા,કવોરીઝોન ડીકલેર કરવા,ઇસી અને માઈનીંગ પ્લાન્ટ ગૌણ ખનીજમાં નહી ગણવા,ખાણ ખનીજ અને આરટીઓ જોડાણ અલગ કરવા, મરીન સેન્ડને સરકારી કામોમાં વાપરવી ફરજીયાત કરવી ખનીજકિંત રૂ 350 છે ખુબ વધારે છે ખરેખર 50 રાખવા માંગ કરી છે.આ બાબતે અગાઉ 5 વર્ષ પહેલા હડતાળ પડી ત્યારે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી જેથી આંદોલન પાછું ખેચી લેવાયું હતું જોકે આશ્વાસન બાદ તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા રાજ્યભરમાં ઉધોગકારો ફરી હડતાળ પર ઉતર્યા છે .
કવોરી ઉધોગ બન્ધ થવાથી કાંકરીની અછત ઉભી થશે અને તેના કારણે રોડ રસ્તા તેમજ બાંધકામ ઉધોગને અસર થશે
મોરબીના અગ્રણી સ્ટોન ક્રશર સંચાલક ના જણાવ્યા મુજબ રાજ્યમાં 3000 જેટલા સ્ટોન ક્રશર આવેલા છે અને એકલા મોરબી જિલ્લામાં 45 જેટલા સ્ટોન ક્રશરમાં 2000 થી 2500 શ્રમિકો તેમજ 1000 જેટલા ટ્રક ચાલકો હડતાળને કારણે બેકાર બન્યા છે. વર્ષે દહાડે સરકારને હજારો કરોડની કમાણી કરાવતા સ્ટોન ક્રશર ઉદ્યોગની વ્યાજબી માંગણીઓ ઉકેલવા ન છૂટકે ભરડિયા સંચાલકોએ હડતાલનો રસ્તો અપનાવ્યો હોવાનું સ્ટોન ક્રશર માલિકો જણાવી રહ્યા છે.
વધુમાં ક્વોરી સંચાલકોએ સાત મુખ્ય માંગણી સરકાર સામે મૂકી છે. જેમાં છેલ્લા 11 વર્ષથી માંગણીઓનો નિકાલ નહીં થતાં એપ્રિલ માસમાં સ્ટોન ક્રશર સંગઠને હડતાળની ચીમકી સાથે આવેદન આપ્યું હતું આમ છતાં માંગ નહીં સ્વીકારતા રાજ્યના સ્થાપના દિને એટલે કે પહેલી મે થી ક્વોરી પ્લાન્ટ, ખાણમાંથી પ્રોડક્શન અને સપ્લાય બંધ કરવામાં આવી છે પરિણામે ખાણમાં કામ કરતા સાધનો અને ક્રશર પ્લાન્ટ ઉપર કામ કરતા મજુરો હાલ બેકાર બની ગયા છે અને હડતાળની અસર રૂપે રાજ્યભરના સરકારી, ખાનગી બાંધકામોના કામ તેમજ રોડ રસ્તાના કામને અસર પાડવા લાગી છે.
સ્ટોન ક્રશર અને ક્વોરી સંચાલકોની મુખ્ય માગણીઓમાં 1. ખાડાની માપણી બાબત, 2. ખાનગી માલિકીની જમીનમાં ક્વોલીની લીઝો હરાજી વિના આપવા બાબત, 3. ક્વોરી ઝોન ડિક્લેર કરવા બાબત, 4. ઈ.સી. અને માઈનિંગ પ્લાન ગૌણ ખનીજમાં નહીં હોવા બાબત, 5. ખાણ ખનીજ અને આરટીઓનું જોડાણ અલગ કરવા બાબત, 6. ખનીજની રોયલ્ટી રૂ. 350 છે તે ખરેખર રૂ.50 થાય છે તે ફેરફાર કરવા બાબત તેમજ 7. મશીન સેન્ડને સરકારી કામોમાં વાપરવા ફરજીયાત કરવા માંગ ઉઠાવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર