Sunday, September 22, 2024

હવે લોન લેવી થશે મોંઘી RBIએ વ્યાજ દરમાં કર્યો વધારો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મધ્યમ વર્ગને RBI નો મોટો ઝાટકો, રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કર્યો વધારો

દેશમાં એક તરફ મોંઘવારી સહિતના મુદે જબરો આક્રોશ છે અને સરકાર દ્વારા તેમાં યુક્રેન યુદ્ધ સહિતના કારણો દર્શાવીને બચાવ કરાઈ રહ્યો છે તે વચ્ચે આજે રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસ મીડ ટર્મ વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે આરબીઆઈએ રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ રેપો રેટ વધીને 4.40 ટકા થઈ ગયો છે. 2 અને 3 મેના રોજ મોનેટરી પોલિસી કમિટીની ઇમરજન્સી બેઠક મળી હતી જેમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કેશ રિઝર્વ રેશિયોમાં પણ 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેશ રિઝર્વ રેશિયો વધીને 4.50 ટકા થયો.

આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની સીધી અસર લોન લેનારા ગ્રાહકો પર પડશે. સામાન્ય રીતે બેંકો રેપો રેટ પર આરબીઆઈ પાસેથી નાણાં મેળવતી હોય છે. આ કારણે રેપો રેટમાં વધારો થવાથી બેંકોનો નાણાં મેળવવાનો ખર્ચ વધી જશે. આ ખર્ચ વધારાની અસર બેંકો ગ્રાહકો પર નાંખતી હોય છે અને લોનના વ્યાજ દરમાં વધારો કરે છે. રેપો રેટમાં વધારો થવાથી હવે લોન લેવી મોંઘી થશે.

શેરબજારમાં વેચવાલી વધીઃ RBIના નિર્ણય બાદ શેરબજારમાં વેચવાલી વધી છે. બપોરે 2 વાગ્યા પછી સેન્સેક્સ 950 પોઈન્ટ ઘટીને 56,030 પોઈન્ટ પર સ્થિર થયો હતો. નિફ્ટીની વાત કરીએ તો તે 16,800 પોઈન્ટના સ્તરે છે.જે  એક દિવસ અગાઉની સરખામણીએ 250 પોઈન્ટઘટ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર