Sunday, September 22, 2024

મોરબીનાં જોધપર ખાતે સમુહ લગ્ન સમિતિ મોરબી આયોજિત ચોવીસમો સમુહ લગ્નોત્સવ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શ્રી મોરબી માળિયા તાલુકા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ મોરબી આયોજિત
ચોવીસમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો

અખાત્રીજ પર્વ નિમિતે વણજોયું મુર્હુત કહેવાય છે આ દિવસે કરાતાં કોઈ પણ માંગલિક કાર્યો યોગ ગ્રહ નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી આથીજ આ દિવસે સૌથી વધું લગ્નોત્સવ નાં આયોજનો થાય છે ત્યારે શ્રી માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ સમૂહ લગ્નોત્સવ મોરબીના જોધપર ગામ ખાતે આવેલ કડવા પાટીદાર વિધાર્થી ભુવન ખાતે યોજાયું હતું.આજે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું,જેમાં રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હતું.આ લગ્નોત્સવમાં નવ યુગલોને આશીર્વાદ આપવા બગથળા ખાતે આવેલ નકલંક ધામના મહંત દામજી ભગત,મંત્રી બ્રીજેસ મેરજા,વેલજીભાઈ બોસ, વલમજીભાઇ પટેલ, બેચરભાઈ હોથી સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા


સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમીતિના ડો મનસુખભાઈકૈલા,ઉપપ્રમુખ મણીલાલ સરડવા,જયંતિલાલ પડસુમ્બિયા,મંત્રી જયંતિલાલ વિડજા,સહમંત્રી કમલેશભાઈ કૈલા ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા, વિનોદભાઈ કૈલા ઉપરાંત મોરબી માળિયા તાલુકાના ગામમાં રહેતા યુવાનો અને  સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર