Sunday, September 22, 2024

ઇન્ડસિંડ બેંકના મહીલા કર્મચારીએ ૧૫ લાખની રકમની ઉચાપત કરી પોલીસ ફરિયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસન્ડ બેન્કના એટીએમ કસ્ટોડીયન એવા મહિલા કર્મચારીએ કાંડ કરી નાખી એટીએમ મશીનમાં રહેલી બેલેન્સમાંથી રૂપિયા 15 લાખ બારોબાર કાઢી વાપરી નાખતા આ મામલે બેંકના ઉપરી અધિકારી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રહેવાસી અને ઇન્ડસિંડ બેંકના બ્રાંચ રાજકોટમાં ક્લસ્ટર બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા હાર્દિકભાઈ માંકડ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ રાજકોટ, સુરેન્દ્રનગર લાલપર મોરબીમાં ક્લસ્ટર બ્રાંચ મેનેજર તરીકે કાર્યરત હોય જેઓએ લાલપર ગામની બેંકની બ્રાંચના એટીએમમાં બેલેન્સ ચેક કરતા ૧૫ લાખની ઘટ હોવાથી મહિલા કર્મચારી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર રહે સુમતિનાથ સોસાયટી વાવડી રોડ મોરબી વાળાએ ૧૫ લાખની રકમ પોતાના અંગત ઉપયોગ માટે કાઢી લઈને બેંક સાથે ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી છે

જે ફરિયાદમાં ક્લસ્ટર બ્રાંચ મેનેજરે વધુમાં જણાવ્યું છે કે લાલપર બ્રાંચના એટીએમ કસ્ટોડીયન નેહાબેન ગજ્જર અને જીગ્નેશભાઈ ચંદુભાઈ માનસેતાએ એટીએમ બેલેન્સ સ્લીપ આપેલ જેમાં રૂ ૧૪,૨૦૦ ની બેલેન્સ હોવાનું બતાવેલ બાદમાં બ્રાંચ મેનેજર અમરીશ પટેલે એટીએમ બેલેન્સ ચેક કરતા એટીએમમાં રૂ ૧૬,૭૦૦ જોવા મળેલ જેમાંથી કસ્ટમર રીજેક્ટ ટ્રાન્જેક્શનના રૂ ૨૫૦૦ હોવાનું જોવા મળેલ બાદમાં તા. ૦૨ ના રોજ સવારે ફરિયાદી અને બેંકના ઓડીટર કવિતાબેન નથવાણી તેમજ સંદીપભાઈ ભડાણીયા એમ ત્રણેય મોરબી લાલપર ઇન્ડસીડ બેંકમાં બ્રાંચ વિઝીટ કરવા ગયેલ ત્યારે વેરીફીકેશન કરતા તા. ૩૦-૦૪-૨૦૨૨ ના રોજ એટીએમ બેલેન્સ ચેક કરતા એટીએમમાં રૂ ૧૮,૮૮,૨૦૦ રોકડા રૂપિયા હતા અને ૩૦૦૦ રૂપિયા કસ્ટમર ટ્રાન્જેક્શન કેન્સલ થયેલ અને ડિસ્પેન્સ બોક્સમાં પડેલ હતા અને ૧૫ લાખ કેશ શોર્ટેજ હતી જેથી એટીએમ કસ્ટોડીયન જીગ્નેશભાઈ માનસેતા અને નેહાબેન ગજ્જરને પૂછતા નેહાબેને જણાવેલ કે ગત તા. ૨૭ એપ્રિલના રોજ પોતે રૂ ૧૫ લાખ લીધા હતા અને જવાબદારી નેહાબેને પોતે સ્વીકારી છે જેથી નેહાબેને ૧૫ લાખની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે બેન્કના મહિલા કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર