Sunday, September 22, 2024

ગુજરાત ગેસ કંપનીએ સીરામીક ઉદ્યોગોને ફરી એકવાર ભાવ વધારાનો ડામ આપ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગેસ નો ભાવ પહેલા 61.48 હતો તે હવે 66.78 ની આસપાસ થશે

મોરબી : સરકાર ને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારા મોરબી ના સીરામીક ઉદ્યોગ માટે હાલ એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ સર્જાઈ છે
ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગ ને અપાતા મેં મહિના થીં ગેસની કપાત પરત ખેંચવાની જાહેરાત કરાતાં સિરામિક ઉદ્યોગકારો માં રાહત ની લાગણી પ્રસરી હતી જોકે સિરામિક ઉદ્યોગકારો ખુશ થાય તે પહેલાં જ ગુજરાત ગેસ કંપનીએ મોટો ઝટકો આપી ગેસ નાં ભાવ માં વધારો ઝીંકી દેતા સીરામીક ઉદ્યોગને 1લી મે થી પ્રતિ ક્યુબીક મીટરે પાંચ રૂપિયાનો ભાવ વધારો ચુકવવો પડશે
ગુજરાત ગેસ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય થતા ઇન્ડસ્ટ્રીઝ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબીક મીટરે 5 રૂપિયાનો વધારો કરાયો છે. વિથ ટેક્સ સાથે અગાવ 61.48 રૂપિયા જેવો ભાવ હતો જે હવે વધીને હવે 66.78 આસપાસ થઈ જશે. મોરબી સીરામીક ઉદ્યોગ હાલમાં રોજનો 45 લાખ ક્યુબીક મીટર ગેસ વાપરી રહ્યો છે. જે જોતા મોરબી સીરામીક ઉધોગને આ ભાવ વધારાના કારણે દૈનિક અઢી કરોડ જેટલો ફટકો પડશે તેવુ માનવામાં આવી રહ્યું છે જેની આવનારા દિવસોમાં અસર ચોક્કસ જોવા મળશે જો આમને આમ ભાવ વધારો થતો રહેશે તો ઉધોગકારો માટે સિરામિક ઉદ્યોગ ને ચલાવવો મુશ્કેલ થઈ જશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર