Sunday, September 22, 2024

હળવદની એક એવી પ્રા. શાળા જ્યાં ઉનાળામાં શાહી ઠાઠથી ઔષધીયુક્ત સ્નાન કરતા બાળકો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અભ્યાસમાં અવ્વલ એવી મોડેલ મેરૂપર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા નવતર પહેલ.

વર્ષો પહેલા રાજાશાહી વખત માં રાજા પોતાના મહેલ માં ઉનાળાના સમયમાં ખાસ ફૂલો અને ઔષધીયુક્ત સ્નાન કરવા પાણીનો ખાસ હોજ તૈયાર કરી ઠંડક મેળવતા હતા ત્યારે આજે આવી જ રીતે હળવદ તાલુકામાં અભ્યાસમાં અવ્વલ આવતી મોડેલ મેરૂપર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ નવતર પહેલ કરી રાજા સમાન બાળકોને ઔષધીયુક્ત સ્નાન કરાવવા શાળામાં જ ખાસ હોજ બનાવ્યો છે અને આ હોજ માં બાળકો શાહી સ્નાન કરી ઉનાળા માં ઠંડક મેળવે છે.
સરકારના ગ્રીન સ્કૂલ પ્રોજકેટ હેઠળ હળવદ પંથક ની એક ડઝન જેટલી શાળાઓ એકદમ લીલુંછમ ઉપવન બની ગઈ છે. મોટા ભાગ ની તમામ શાળાઓ ના ગાર્ડનમાં વધુ માં વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. શાળામાં જ્યાં જુઓ ત્યાં દંગ રહી જાય તેવી લીલીછમ હરિયાળી છવાયેલી છે. શાળાનું વાતાવરણ એકદમ શુદ્ધ જોવા મળી રહ્યું છે એમાંય પંથક ની મેરૂપર સરકારી પ્રાથમિક શાળા જુઓ તો સરકારી શાળા વિશેનો તમારો ખયાલ જ બદલાય જાય, અહીં ઘેઘુર લીલાછમ વૃક્ષ, સુંદર શાળાના ઓરડા, ચોખ્ખું ચણાક વાતાવરણ વચ્ચે શિસ્તબદ્ધ સૈનિકો જેવા બાળકો જ નજરે પડે.
હાલ ઉનાળાની ઋતુ જોતા અહીંના પ્રયોગશીલ અને બાળકોને પોતીકા બાળકો જ સમજતા સમર્પિત શિક્ષકો દ્વારા બાળકો માટે સમગ્ર ભારતભરમાં ક્યાંય ન હોય તેવી સુવિધા વિકસાવી છે. અગાઉના જમાનામાં જેમ રાજા મહારાજા શાહી સ્નાન કરતા તેવી જ રીતે પોતાની શાળાના બાળકોને રાજા મહારાજા માનતા શિક્ષકો દ્વારા અહીં એક ખાસ પાણીનો હોજ બનાવી તેમાં વિવિધ સુગંધી ફૂલો અને ઔષધીઓનું મિશ્રણ કરી શાહી સ્નાન કરાવવામાં આવે છે અને બાળકો હોંશભેર પાણીમાં ધુબાકા મારી મોજમસ્તી કરેછે
મેટરબોક્સ….
ગત પાંચ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે રુ.૫૧૦૦૦ અને પ્રશસ્તિપત્ર અાપી આ શાળા ના આચાર્ય ધનજીભાઇ ચાવડાને સન્માનિત કરવામા આવેલ અને બેસ્ટ શિક્ષક ના એવોર્ડ સાથે ૫૧.હઝાર મો ચેક અર્પણ કરેલો ત્યારે ધનજીભાઇ ચાવડાઅે પોતાને મળેલ રુ.૫૧૦૦૦ ની ધનરાશી પોતાની શાળામા બાળકો માટે શાહી સ્નાન ના હોજ અને બાલ ક્રિડાંગણ બનાવવા અપઁણ કરેલ
રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર