Saturday, September 21, 2024

માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઘનશ્યામપુર ની વિદ્યાર્થીનીઓનો હળવદ તાલુકામાં દબદબો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદની ઘનશ્યામપુર ગામની સરકારી માધ્યમિક શાળાની કુલ ત્રણ વિદ્યાર્થીનીઓ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માં હળવદ તાલુકામાં દ્વિતીય ,તૃતીય અને છઠ્ઠો નંબર મેળવી શિષ્યવૃત્તિ માટે પસંદગી પામી છે શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ હળવદ-1ના સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.


રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ 2021 નું પરિણામ જાહેર થયું હતું જેમાં હળવદની શ્રી સરકારી માધ્યમિક શાળા ઘનશ્યામપુરના ધોરણ ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ 1)પરમાર કૃપા ભુદરભાઈ 2)પરમાર ભાવેશ્રી બળદેવભાઇ 3) સોનગ્રા ભાવિકાબેન ભીખાભાઈએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માં સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં દ્વિતીય,તૃતીય અને છઠ્ઠો ક્રમ મેળવી શાળાનું તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય એચ.એમ. પટેલ તેમજ શિક્ષક શ્રી આનંદભાઈ જે જાદવ અને પ્રિયંકાબેન પી પટેલ તેમજ સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિનોદભાઈ વિંધાણી દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન આપી જીવનમાં સફળતાના શિખરો સર કરવા ની શુભેચ્છાઓ પાઠવી હતી.
રવિ પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર