Saturday, September 21, 2024

1899 માં અંગ્રેજોએ ખેડૂતો પર કરેલ અત્યાચારનો ચિતાર રજુ કરતો લેખ : મોરબીના કેવલ જાકાસણીયાની કલમે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના જાકાસણીયા કેવલ તેજશભાઈ નામના તરુણે તા. 12/09/1899 ના રોજ ઉત્તર પ્રદેશના હેલી ગ્રાઉન્ડ ખાતે સવારના 7:54 વાગ્યે બનેલ ઘટનાનો ચિતાર રજુ કરતો લેખ “મૃત્યુનો ખેલ” લખવાની શરૂઆત કરી છે જેના અલગ અલગ ભાગ દર રવિવારે પ્રસિદ્ધ થશે ત્યારે આજે રવિવારે મૃત્યુનો ખેલ ભાગ-1 પ્રસિદ્ધ થયો છે તે કંઈક આવી રીતે છે…

આ વાત 1899 ના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ ખેડૂતો પર કરેલા અત્યાચાર વિષય પર છે. 12 સપ્ટેમ્બર 1899 ના રોજ સવારના 7:54 વાગ્યે ખેડૂતો દ્વારા ઉત્તર પ્રદેશમાં આંદોલન રચાયેલું હતું. આ નાટકમાં ભારતના ખૂણે ખૂણેથી ખેડૂતો આવેલા હતા. આ આંદોલન માત્ર ખેડૂતોને ન્યાય અપાવવા માટે રચવામાં આવેલું હતું તે સમયગાળા દરમિયાન અંગ્રેજો ખેડૂતો પર બહુ જોર-જુલ્મ કરતા હતા જેથી ખેડૂતો પરેશાન થઈને પોતાનું આંદોલન રચી રહ્યા હતા. આ નાટકને કારણે અંગ્રેજ સરકારની માથાદીઠ આવક રોકાઈ ગઈ હતી.

અંગ્રેજી અધિકાર ફ્રેન્ચ યુનિક બોલ્યો, “કિંગ, હવે આપણે ફસાઈ ગયા.

કિંગ : “કેમ ફ્રેન્ચ યુનિક”

ફ્રેન્ચ યુનિક :”કિંગ ,આપણે આ આંદોલનને બંધ કરાવી દઈએ તો પણ આપણી માથાદીઠ આવક બંધ થઈ જશે.”

કિંગ : “તો આપણે કરવું શું?”

ફ્રેન્ચ યુનિક : “ચાલો બધા વિચારીએ.” (બધાએ વિચારવાનું ચાલુ કર્યું)

ત્યારે અંગ્રેજો સંપૂર્ણ રીતે હાર માનવાના સંજોગોમાં પહોંચી ગયા, આથી અંગ્રેજ સરકારે ઘોષણા કરી કે ખેડૂતોને અન્યાય થતો રોકવા માટે તમારે આ આંદોલનને બંધ કરવું પડશે . બધા ખેડૂતો મોટેથી ના પાડવા લાગ્યા અને અંગ્રેજી અધિકારોને નિષ્ફળતા મળી. તેમાંથી એક અંગ્રેજી અધિકારી જેન્સ બોલ્યો.

જેન્સ : “કિંગ, આપણે નાટક રચનારા ખેડૂતોની પત્નીઓને ગિરફ્તાર કરીને તેને તડપાવી તડપાવીને મારી નાખી તો ? “

કિંગ :”આ વિચાર સારો છે”

કિંગે પોતાના 2000 અધિકારીઓને ખેડૂતોની પત્નીઓને લઈ આવવા માટે આદેશ આપ્યો. બીજા દિવસની સવારે ખેડૂતોની બધી પત્નીઓને ખીલામાં પરોવીને મારી નાખેલી લાશને ખેડૂતોની સામે લઈ આવ્યા. ખેડૂતોએ દિલ ઉપર પથ્થર રાખીને આંદોલન ચાલુ રાખ્યું.

બીજા દિવસે અંગ્રેજ સરકારે નક્કી કર્યું કે કોઈને ખબર ન પડે તેવી રીતે ત્યાં પહોંચવું અને બધા ખેડૂતોને ગોળીઓથી મારી નાખવા, કોઈ પણ રસ્તામાં વચ્ચે અડચણરૂપ થાય તો તેને ત્યાં જ મારી નાખવા. આ આંદોલનમાં સૌથી વધારે પંજાબના ખેડૂતો હતા.

આઠમાં દિવસની રાત્રે પંજાબના લોકોએ અંગ્રેજોના પોલીસ સ્ટેશનમાં આગ લગાવીને ત્રણ હજાર કરતા વધુ અંગ્રેજ અધિકારીઓને મૃત્યુના ઘાટે ઉતાર્યા અને તેનો બદલો લીધો અને અંગ્રેજોએ પંજાબના લોકોને આજીવન જેલની સજા કરી…

વધુ આવતા રવિવારે…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર