Saturday, September 21, 2024

આમ આદમી પાર્ટીએ ડોનેશન પ્રથા બંધ કરો ફિ વધારો પાછો ખેંચો ની માંગ સાથે આવેદન આપ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : શિક્ષણ ને ૨૧મી સદીનું સૌથી જરૂરી અંગ છે શ્રેષ્ઠ શિક્ષણ થકી જ વ્યક્તિ સમાજ કે દેશનો વિકાસ કરી શકાય છે અત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં શિક્ષણનો વેપાર થઇ રહ્યો છે વાલીઓ પાસેથી તગડી ફી લઈને ખાનગી શાળાઓ પોતાની મનમાની ચલાવી ગુજરાતના લોકોને લૂંટી રહ્યા છે તેરા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાઈવેટ સ્કૂલની ફી વધારો પાછો ખેંચવા ,ડોનેશન પ્રથા બંધ કરવા અને FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ સહીત અન્ય માંગણીઓ સાથે મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ માંગણી અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે.
દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળામાં ફી વધારા ઉપર તેમજ ડોનેશન ઉપર પ્રતિબંધ મુક્યો છે.આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળા દ્વારા પુસ્તકો કે યુનિફોર્મ કે બૂટ મોજા ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે.ત્યારે ગુજરાતની જનતાને માટે “આપ” દ્વારા ત્રિવેણી માંગ સાથે અન્ય પાયારૂપ માંગ કરવામાં આવી છે.કોરોના પછી લોકોની આવકમાં અત્યંત ઘટાડો થયો છે.બીજી બાજુ મોંધવારી પણ વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે.એવા સમયે પૈસાના અભાવે ગુજરાતના બાળકોનું શિક્ષણ ન બગડે તેમજ ગુજરાતના વાલીઓને રાહત મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર