આઈ ખેડૂત પોર્ટલ પર ૩૦મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે
મોરબી જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટુલ્સ, ઈકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) માટે સરકારના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર મોટા ખાતેદાર હોય તો વજનકાંટા, પ્લાસ્ટીક ક્રેટ્સ અને તાડપત્રી સામાન્ય લાભાર્થી ખેડૂતને ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૨૫૦૦ ની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.
આ માટે જીલ્લાના બાગાયતી ખેડૂતોએ તા. ૩૦/૦૪/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર : ૩૨ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.