Friday, September 20, 2024

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ૧ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં મુંબઈનું કનેક્શન ખુલ્યું  

મોરબી ઉમા ટાઉનશીપ નજીક આવેલી આદર્શ સોસાયટીના ગેટ પાસેથી સિટી બી ડિવિઝન પોલીસે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લઈ મુંબઈના અન્ય એક શખ્સનું નામ ખોલવામાં સફળતા મેળવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય એ દરમિયાન ઉમા ટાઉનશીપના આદર્શ સોસાયટીના ગેટ પાસે આરોપી ધવલ પરમાર  મોબાઈલમાં ક્રિકેટ મેચ સટ્ટો રમતો હોવાની બાતમીને પગલે ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપી ધવલ પરમારે આરોપી ચિરાગ વિભાણી  પાસેથી DIAMOND EXCH  નામનુ આઇ.ડી.મેળવી તે આઇ.ડી.માં મોબાઇલ ફોનથી સંપર્ક સાધી મોબાઇલ ફોન દ્વારા તાજેતરમાં ચાલતી ૨૦-૨૦ CSK & RCB  વચ્ચે ચાલતી કિકેટ મેચનું ક્રિક્રેટ્ટ લાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ નિહાળી મેચની હારજીત તથા રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી  સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂપિયા રૂ.૩૬૦૦/- મળી કુલ કી.રૂ.૮૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી ધવલ પરમારની ધરપકડ કરી હતી. જયારે  આરોપી ચિરાગ વિભાણી રહે મુંબઈ વાળાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર