Friday, September 20, 2024

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રાહત દરે પાણી ની કુંડીઓનું વિતરણ કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર અબોલ જીવો માટે કામ કરતી સંસ્થા છે જે અબોલ જીવો માટે સમયાંતરે તેમની કામગીરી ચાલુ જ હોય છે ત્યારે અબોલ પશુ-પક્ષીઓ તથા પ્રાણીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉનાળામાં પક્ષીઓના માટે ચકલીઘર તથા કુંડાનું વિતરણ કાર્ય કરવામાં આવે છે.
જ્યારે ફરી નાના પ્રાણીઓ જેમકે બિલાડી, કુતરા વગેરે માટે પાણીની વ્યવસ્થાના ભાગરૂપે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રાહતદરે સિમેન્ટની પાણીનું કુંડીનું વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જે પણ જીવદયા પ્રેમી પોતાના ઘર તથા ઓફિસ બહાર પાણીના કુંડા મુકવા માંગતા હોય તેમણે રવાપર ઘુનડા રોડ માધવ ગૌશાળાની બાજુમાં આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતેથી પાણીના કુંડા મેળવી રહેવાના રહેશે. સિમેન્ટ કુંડાની કિંમત રૂ.૮૦ રાખેલ છે. કેન્દ્ર ખાતે કુંડા લેવા આવતા વ્યક્તિએ બેથી વધુ મિત્રો સાથે આવવું કારણ કે કુંડાનો અંદાજિત વજન ૧૦ કિલો છે. તથા કુંડામાં ૮ થી ૯ લીટર પાણી સમાય શકે છે. જેથી રાહતદરે પ્રાણીઓ માટે કુંડા વહેલી તકે મેળવી લેવા અનુરોધ કરાયો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર