Friday, September 20, 2024

મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ રદ્દ થવા બાબતે સરકાર ને સવાલો કરતાં કે ડી બાવરવા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માટે ફળવાયેલ સરકારી મેડિકલ કોલેજ નેં ગ્રીન ફીલ્ડ પ્રકાર માથી ફેરવી બ્રાઉન ફિલ્ડ માં કરી દેવાતા મોરબીના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

સરકારે મેડિકલ કોલેજના પ્રકારમાં ફેરવવાની નોબત કેમ આવી તેવા મૂળભૂત પ્રશ્નો સાથે કેટલાક અણિયાળા સવાલો ઉભા કરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એશોસીયન ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ સરકાર તેમજ સ્થાનિક ભાજપ અગ્રણીઓને રીતસર સાણસામાં લીધા છે

(૧) મોરબી જીલ્લા ને સરકારી મેડીકલ કોલેજ ના બદલે સેલ્ફ ફાઈનાન્સ કોલેજ શા માટે?
(૨) સરકારી મેડીકલ કોલેજ નહોતી બનાવવાની તો શનાળા પાસે ની જમીન ની મેડીકલ કોલેજ માટે ફાળવણી શા માટે?
(૩) સેલ્ફ ફાઈનાન્સ કોલેજ કરનાર એજન્સી કોન? અને કોની ?
(૪) તાપી જીલ્લા ના આગેવાનોને સરકારી કોલેજ કરાવી શકતા હોય તો મોરબી ના આગેવાનો કેમ નહિ? કે પછી સેલ્ફ ફાઈનાન્સ કોઈ ની ભાગીદારી વાડી થશે?
(૫) જો સેલ્ફ ફાઈનાન્સ કોલેજ થશે તો હોસ્પિટલ પણ પ્રાઇવેટ જ થશે તો ગરીબ લોકોનું શું?
(૬) સેલ્ફ ફાઈનાન્સ ની ફી ભરીને કોના બાળકો ડોક્ટર થશે? પૈસાદાર ના કે ગરીબ ના?
(૭) સરકાર આવા નિર્ણય લઇ રહી છે તો પણ સ્થાનિક સત્તાધારી પક્ષના નેતાઓ ચુપ કેમ?
(૮) મોરબીને અન્યાય થઇ રહ્યો હોવા છતાં જનતા મુક પ્રેક્ષક બની રહી છે કેમ?
(૯) આટ આટલી જાહેરાતો પછી પણ હજી કોલેજ ક્યારે શરુ થશે તે જણાવશે કોણ?
(૧૦) ખાતમુર્હત સ્પેશીયાલીસ્ટ નેતાને ખુલાસો કરવાની જરૂર શા માટે પડી છે? શું તેમનું કોઈ હિત આમાં સમાયેલું છે?
(૧૧) મેડીકલ કોલેજ માટે ફાળવેલ જમીન હવે સેલ્ફ ફાઈનાન્સ માટે સસ્તા માં આપવામાં આવશે કે બજાર ભાવે આપવામાં આવશે?
સરકાર દ્વારા મેડિકલ કોલેજ અનુસંધાને લેવાયેલા નિર્ણયથીજો સ્થાનિક લોકો મૂળભૂત લાભથી વંચિત રહેશે તો ચોક્કસ પણે આગામી વિધાનસભાની ચૂંટણી પર તેની અસર દેખાશે તેમજ ભાજપ માટે કપરાં ચઢાણ જોવા મળશે

*રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા એ લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ નથી થઇ પણ પ્રકાર બદલાયો છે!!
મોરબી ખાતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પુખ્ત વિચારણાના અંતે જી.એમ.ઇ.આર.એસ હેઠળ ગ્રીન ફીલ્ડ પ્રકારની મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી હતી તેમાં ફેરફાર કરીએ બ્રાઉન ફિલ્ડ માં મેડિકલ કોલેજ ફેરવવામાં આવે છે મોરબી ને અદ્યતન સુવિધા સાથે મેડિકલ કોલેજ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના મેડિકલ કાઉન્સિલના ધારાધોરણ મુજબ મોરબીને બ્રાઉન ફિલ્ડ હેઠળ મેડિકલ કોલેજ મળનાર છે અને તે અંગેની જાહેરાત પણ આવી ગઈ છે ટૂંક સમયમાં મોરબી જિલ્લામાં બ્રાઉન ફિલ્ડ હેઠળ મેડિકલ કોલેજ કાર્યરત થશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર