Friday, September 20, 2024

ઉંચી માંડલ નજીક એક સીરામીક ફેકટરીમાં દરોડો પાડી 20 જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ફેક્ટરી નાં સંચાલકો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ ની તજવીજ હાથ ધરવામાં આવશે

મોરબી ની સીરામીક ફેક્ટરીઓમા બાળ મજુરો પાસે મંજુરી કરાવવામાં આવતી હોવાની માહિતી મુજબ અમદાવાદ ની બચપન બચાવો સંસ્થાએ મોરબી ચાઈલ્ડ લાઈન ની ટીમ નેં સાથે રાખી માંડલ પાસે આવેલ એક સીરામીક ફેક્ટરી માં દરોડા પાડી 20 જેટલા બાળશ્રમીકો નેં મુક્ત કરાવ્યા હોવા નું જાણવા મળ્યું છે વધુ મળતી માહિતી મુજબ


મોરબીના સિરામિક ઝોન તેમજ અલગ અલગ ફેકટરીમાં 18 વર્ષથી નાની ઉમરના બાળકોને હેવી મશીનરીમા કામ કરાવતા હોવાની તેમજ 14 વર્ષથી નાની ઉમરના બાળકોને પણ પ્રતિબંધિત કામ પર રાખવામાં આવતા હોવાની આનેક ફરિયાદ ઉઠતી હોય છે. મોરબીમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેમજ શ્રમ વિભાગ આ બાબતે આંખ આડા કાન કરતું હોય છે જેના કારણે આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળતું હોય છે.જોકે અલગ અલગ એનજીઓ આ પ્રકારની બાળ મજુરી અટકાવવા સર્કીય જોવા મળતા હોય છે અને સમયાન્તરે અલગ અલગ ફેકટરીમાંથી અ રીતે બંધુવા મજદૂર જેવી મજૂરરી કરતા બાળકોને છોડાવવામાં આવે છે.ત્યારે આજે હળવદ રોડ પર આવેલ નીચી માંડલ ગામ પાસે ધમધમતી રામેસ્ટ ગ્રેનેટો નામની સિરામિક ફેક્ટરીમાં મોટા પાયે બાળ મજૂરો કામ કરતા હોવાની બાતમી આધારે બચપન બચાઓ નામની દિલ્હીની એક એનજીઓ ઉપરાંત ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ , ફ્રેન્ડસ ફોર વુમેન એન્ડ ચાઈલ્ડ સહિત અલગ અલગ એનજીઓની ટીમે તાલુકા પોલીસ તેમજ મોરબી ચાઈલ્ડ લાઇન મોરબી સહિતની અલગ અલગ ટીમ દ્વારા બપોરના સમયે આવી પહોચી હતી અને ફેકટરીના અલગ અલગ વિભાગમાં મજુરી કરતા અલગ અલગ રાજ્યના 20થી વધુ બાળ મજુરોને છોડાવ્યા હતા આ ઉપરાંત ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહીને અને નાઈટ શિફ્ટ કરતા બાળકો પણ મળી આવ્યા હતા આ તમામ બાળકોને રેસ્ક્યુ કરી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા


પકડાયેલ બાળકો યુપી બિહાર અને ઝારખંડ આસપાસના હોવાનું સામે આવ્યું
એનજીઓ દ્વારા પકડાયેલા બાળકો સ્થાનિક મજુર ન હોય પણ યુપી,બિહાર ઝારખંડ,ઓડીસા તેમજ યુપીના હોવાનું અને અહી એક 12થી 17 વર્ષના છે અને આ બાળકોએ તેના માતા પિતા વિના આવ્યા છે. જેમાં 2થી 3 છોકરીઓ પણ હોવાનું સામે આવ્યું છે મજુરી માટે લાવવામાં આવેલ બાળકો અહી કેવી રીતે આવ્યા અને કેટલા સમયથી રહે છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર