Friday, September 20, 2024

હળવદમાં રામ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રામ નવમીના પવિત્ર દિવસ નિમિત્તે લોકો વ્રત, ઉપવાસ અને મંદીર દર્શન કરવા જતા હોય છે પરંતુ અત્યારના સમય માં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ વધી ગયું હોવાથી ધણા બધા લોકો હિંદુઓ ના તહેવારો ને પણ લોકો યાદ રાખતા નથી જેથી હવે જૂની પરંપરા અને રીત રિવાજો ભગવાન ની આશા આસ્થા ઘટી રહી હોય તેમ લાગી રહ્યું છે

હિંદુ સંસ્કૃતિ મહાન પર્વ દિવસ મર્યાદા પુરુષોત્તમ ગણાતા ભગવાન શ્રી રામ ની જન્મ જયંતી એટલે હિંદુ સંસ્કૃતિ માટે ખૂબ જ ધર્મનો પવિત્ર દિવસ કરવામાં આવે છે. રામ નવમી ચૈત્ર સુદ નોમના દિવસે સમગ્ર ભારત વર્ષમાં ઉજવણી કરવામાં આવે છે જે નિમિત્તે હળવદ ધરતીનગર સોસાયટી ખાતે ભગવાન રામ ની જન્મ ઉત્સવ નિમિત્તે આરતી અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના પરિવારો ઉત્સાહપૂર્વક આરતીમાં જોડાયા હતા.

ભગવાન રામ એવું પાત્ર હતુ કે જેને અસત્ય નો નાશ કર્યો, ધરનો ત્યાગ કર્યો,લોકોના કડવા વેણ સાંભળયા, જીવનમાં હમેશાં પ્રમાણિકતા રાખી અને કોઈનું અહિત કર્યું નહી વગેરે જેવા અનેક ગુણો રહેલા હતા જેથી દુનિયાએ ભગવાન માની પૂજા કરી રહ્યા છે.

હળવદમાં આવેલ બહેનોનું મંદિર નાની ચોત્રા ફળી માં આજે ભગવાન શ્રી સ્વામીનારાયણનું પ્રાગટ્ય દિવસ હોવાથી સર્વે સત્સંગી બહેનો ઘણી બહોળી સંખ્યામાં હોવાથી સર્વે સત્સંગી બહેનોએ રાસ ગરબા ભજન આરતી સત્સંગ કથા વાર્તાનો લાભ સાંખ્ય યોગી બહેનો દ્વારા આપવામાં આવ્યો હતો.

રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર