Friday, September 20, 2024

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી,રામધૂન,વેશભુષા હરીફાઈ,મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સહ રામનવમી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામા આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મા બાળસ્વરૂપે પ્રભુશ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી તથા હનુમાનજી પધાર્યા

વેશભુષા હરીફાઈ મા બહોળી સંખ્યા મા બાળકોએ રામદરબાર નો વેશ ધારણ કરી ભાગ લીધો. દરેક બાળકો ને વિવિધ ઈનામો અર્પણ કરી પ્રોત્સાહીત કરાયા

મહાપ્રસાદ મા બહોળી સંખ્યા મા ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સનાતન હિન્દુ ધર્મ ના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ નો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવવા નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે રામધૂન, મહાઆરતી, બાળકો માટે વેશભુષા હરીફાઈ, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો નુ આયોજન કરવા મા આવ્યુ હતુ.
બાળકો મા ધાર્મિક ભાવના કેળવાય તેમજ પ્રભુ શ્રી રામ ના જીવન ચરિત્ર વિશે જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર નાના બાળકો માટે વેશભુષા સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ હતુ, જેમા બહોળી સંખ્યા મા બાળકોએ રામદરબાર નો વેશ ધારણ કરી ઉપસ્થિત લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા. મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિજેતા બાળકો સહીત દરેક બાળકો ને વિવિધ ઈનામો અર્પણ કરી પ્રોત્સાહીત કર્યા હતા. દરેક રામભક્તો માટે ફરાળ મહાપ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ, જેમા બહોળી સંખ્યા મા રામભક્તો એ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત પદાધિકારી ગીરીશભાઈ ઘેલાણી, કૌશલભાઈ જાની, મનિષભાઈ પટેલ, હરીશભાઈ રાજા, પોલાભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, સી.પી.પોપટ, જયેશભાઈ કંસારા, ભાવિનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હીતેશભાઈ જાની, હસુભાઈ પંડિત સહીત ના સંસ્થા ના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર