મોરબી રાજકોટ રોડ પર સીતારામ હોટેલ પાસેથી પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ જપ્ત કર્યા છે તો અન્ય ત્રણ આરોપીના નામો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન મોરબી રાજકોટ રોડ પર આવેલ સીતારામ હોટેલ પાસે એક ઇસમ મોબાઈલમાં ક્રિકેટ મેચ સટ્ટો રમતો હોવાની બાતમીને પગલે ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપી કલ્પેશ ભગવાનજી અઘેરા રહે મોરબી રવાપર રોડ વાળાને આઈપીએલ મેચ પર સટ્ટો રમતા ઝડપી લઈને રોકડ રકમ ૩૩૦૦ અને મોબાઈલ કીમત રૂ ૩૦૦૦ મળીને કુલ ૬૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો છે
આમરણ ચોવીસી પંથકના કોયલી ગામે આહીર સમાજનો ૧૭મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના ૨૩ યુગલો લગ્નગ્રંથીએ જોડાઈને પ્રભુતામાં પગલા માંડ્યા હતા.આ તકે દાતાઓ તેમજ સમાજના નવનિયુક્ત સરકારી કર્મચારી અને અધિકારીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
સોરઠના પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડ તેમજ આમરણ ચોવીસી પંથકના સ્વ. આયદાનભાઈ શામળાભાઈ કુંભરવાડીયાને...