મોરબીમાં પીપળી જેતપર રોડ અતિ બિસ્માર હાલતમાં હોય રોડ પર અવરજવર કરતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હોય આ મુદ્દે શનિવારે પૂર્વ ધારાસભ્યએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી જલ્દી કામ શરૂ કરવા તાકીદ કરી હતી.
મોરબીના સર્કિટ હાઉસ ખાતે માર્ગ મકાન વિભાગના ચીફ એન્જીનીયર પટેલિયાએ મોરબીના લાગત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં આરટીઓ પાસે પુલ બનાવવાની કામગીરી ચોમાસા પહેલા પુરી કરવા બાબત સૂચન આપ્યા હતા. આ મિટિંગ દરમિયાન પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચી ગયા હતા.ગોકળગાય ગતિ એ ચાલતી કામગીરી પ્રજાહિતમાં ઝડપી કરવા તાકીદ કરી હતી. તો લાંબા સમયથી માત્ર સરકારી પ્રક્રિયાઓમાં અટવાયેલા જેતપર રોડનું કામ જલ્દી શરૂ કરવા જણાવી અધિકારીઓને ધીમા કામની ફરિયાદ કરી હતી. પીપળી જેતપર રોડની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી લોકોને પડતી હાલાકી માટે અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો. અચાનક મિટિંગમાં પૂર્વ ધારાસભ્ય પહોંચી જતા અધિકારીઓ પણ અચંબિત થઈ ગયા હતા. જોકે કાંતિલાલ અમૃતિયા એ ધીમી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા થોડીવાર અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. ચીફ એન્જીનીયર પટેલિયા એ મિટિંગ દરમ્યાન ટંકારા ઓવરબ્રિજ , મોરબી બાયપાસ અને નવલખી ફાટક પર ના ઓવરબીજ ના કામ ની પણ સમીક્ષા કરી હતી વહેલી તકે તમામ કામગીરી પૂર્ણ કરવાની ટંકોર કરી હતી

