Sunday, November 10, 2024

જયસુખભાઇ પટેલ અને મોહનભાઈ કુંડારીયાએ નિતીનભાઇ ગડકરી સાથે મુલાકાત કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અજંતા- ઓરેવા ગ્રુપના એમડી અને પાટીદાર અગ્રણી જયશુખભાઈની દિલ્હી ખાતે રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિનભાઈ ગડકરી સાથે શુભેચ્છા મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ મુલાકાત દરમિયાન ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, જમીન સંપાદન તેમજ રણ સરોવર ઉપર સવિશેષ ચર્ચા થયેલ હતી. વિશાળ બિઝનેસ એમ્પાયર અને હજારો લોકોને રોજગારી આપવાની સાથે સાથે જળસંચય ના કાર્યો પર પણ જયસુખભાઇ સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આવનારા દાયકાઓમાં પાણીની સમસ્યા કેટલી જટિલ અને વિકરાળ હશે તેનું સ્વરૂપ દીર્ઘદ્રષ્ટા જયસુખભાઈ અત્યારથી જ જોઈ રહ્યા છે, સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પાણીથી તરબોળ રહે તેમજ કચ્છમાં હરિયાળી ક્રાંતિ થાય અને આવનારી પેઢીઓની સુખાકારીમાં વૃદ્ધિ થાય તેવા લોક કલ્યાણકારી ઉદ્દેશથી રણ સરોવર યોજના પર સરકાર સાથે મળીને ઊંડાણપૂર્વક અભ્યાસ ચર્ચાઓ અને મીટીંગો કરી રહ્યા છે જે સવિશેષ પ્રશંસનીય અને સરાહનીય છે.હાલ તારીખ 4-4-2022 ના રોજ દિલ્હી ખાતે રાજ્ય સભામાં કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય  શક્તિસિંહ ગોહિલે જળ શક્તિ મંત્રાલય પાસેથી રણ સરોવર યોજના પર પ્રોગ્રેસ રિપોર્ટ માંગેલ હતો જેના પ્રત્યુત્તરમાં જલશક્તિ મિનિસ્ટ્રીના રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રણ સરોવર યોજના પર ગુજરાત સરકાર દ્વારા યોગ્ય રીતે તબક્કાવાર અભ્યાસ અને આંકલન ની પ્રક્રિયા ઓલરેડી ચાલુજ છે તેમજ ગુજરાત સરકાર અને જળ શક્તિ મંત્રાલય બંને આ યોજના પર અભ્યાસ કરી રહી હોવાનું હોવાનું જણાવેલ હતું. રણ સરોવર થશે તો માત્ર સૌરાષ્ટ્ર કચ્છ જ નહી પણ સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધશે…..

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર