મોરબી શહેરમાં મારામારી અને નાના મોટા ઝઘડાઓ નાં કિસ્સા ઓં વારે ઘડીએ સામે આવતા હોય છે ત્યારે દલવાડી સર્કલ નજીક આવેલી ઉમા રેસીડેન્સીમાં બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા એક જ પરિવારના 3 શખ્સોએ આધેડ મહિલાને ધોકાથી માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમા રેસીડેન્સીમાં રહેતા આધેડ મિલા અનસોયાબેન અંબાણી તેના જ વિસ્તારમાં રહેતા આરોપી સાગર, સાગરના ભાઇ અને તેમના પિતાને બાઇક સરખી રીતે પાર્ક કરવાનું કહેતા આરોપી સાગરના ભાઈ અને તેના પિતાએ બોલાચાલી કરી ગાળો આપી હતી જયારે સાગરે ગાળો આપી પોતાના હાથમાં રહેલ લાકડાનો ધોકો ફરી.ના ડાબા હાથ ઉપર મારી ફરી.ને ડાબા હાથ ઉપર ફેકચર જેવી ઇજા કરી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ ડીટેઈન કરી અમદાવાદ તથા સુરત જેલ હવાલે સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી મોરબી...
જેની સુરક્ષામાં દેશ છે તે જ સુરક્ષિત નથી તેવો માહોલ બની ગયો છે, આ કૃત્ય થી દેશ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ
દેશમા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્મીના ખંભે પગ મૂકીને સરકાર બનાવી હતી, હાલમાં દેશમાં આર્મીનુ સ્થાન લોકોના દિલમાં સન્માન્ય છે, તેમ છતાં ટંકારામાં દેશના શહિદ જવાનને ઠેશ પહોંચે...
મોરબીના રવાપર ગામ સરદાર પટેલ સોસાયટી નજીકથી જાહેરમાંથી વિદેશી દારૂની 20 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ગામ સરદાર પટેલ સોસાયટી નજીકથી જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ...