Sunday, November 10, 2024

મોરબીમાં ૧.૧૯ કરોડ ની લુંટની ટીપ આપનાર મુખ્ય સૂત્રધારનાં ભાઈ સહિત બે આરોપીની પોલીસે કરી ધડપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના દલવાડી સર્કલ પાસે થયેલી ૧.૧૯ કરોડ ની દિલધડક લુંટ કેસમાં ત્રણ આરોપી ની ધરપકડ કરી ૭૯.૭૪લાખની રોકડ રકમ કબજે કરી હતી બાદ આજ વધુ બે આરોપીની ધડપકડ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હતી

૩૧ માર્ચ નાં વહેલી સવારે રાજકોટ થી આવેલા આંગડિયા પેઢીના રૂપિયા ૧.૧૯ કરોડ નાં પાર્સલ ની લૂંટ ચલાવીને બુકાનીધારીઓ નાસી છૂટયા હતા જે અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં જ ગણતરીના દિવસોમાં જ આ દિલધડક લૂંટનો ભેદ ઉકેલાયો ગયો હતો જેમાં મુખ્ય સૂત્રધાર રાજકોટની સોમનાથ ટ્રાવેલ્સના ડ્રાઇવર જાવેદ અલારખા ભાઈ ચૌહાણ નું નામ ખુલ્યું હતું બસ ચાલાક જાવેદે એ પોતાના સગા ભાઈ પરવેજ અલારખા ચૌહાણને લૂંટની ટીપ આપી હતી અને પંકજ કેશા ગરામંડીયાએ સાથે મળી સમગ્ર લુંટ નું આયોજન બનાવી રૂપિયા ૧.૧૯ કરોડ ની લુંટ નેં આખરી અંજામ આપ્યો હતો આથી પોલીસે મોહમ્મદ અલી પરવેઝ અલ્લારખા ચૌહાણ સવસી હકાભાઇ ગરામંડીયા અને સુરેશ મથુરભાઈ ગામંડીયાને ઝડપી રિમાન્ડ ની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આ દરમિયાન આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા અને લુંટની ટીપ આપનાર અબ્દુલ કાદિર ઉફૈ જાહિદ અલ્લારખા ભાઈ અને ઇમરાન અલારખા ભાઈ ચૌહાણને પોલીસે ઝડપી પાડયા હતા હજુ પંકજ કેશાભાઈ ગરાભડીયા પોલીસ પકડથી દૂર હોય તેને પકડવા પોલીસે તપાસનો દોર ચાલુ રાખેલ છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર