Friday, January 24, 2025

પૂજારી જાગી જતા લાઉડસ્પીકર મારફતે ચોર – ચોરની બૂમો પાડતા લૂંટારુઓ હુમલો કરી દાનપેટી લઈ નાસી ગયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના લુંટારૂઓ ત્રાટક્યા હતા અને આ વેળાએ પૂજારી જાગી જતા લાઉડ સ્પીકરથી ચોર-ચોરની બૂમો પડતા લુંટારૂઓએ કોશ વડે પૂજારી ઉપર હુમલો કરી મંદિરની દાનપેટી લઈ અંધારામાં ઓગળી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના એકાદ વાગ્યે પાંચથી છ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા પરંતુ મંદિરમાં કોઈ કિંમતી ચીજવસ્તુ કે આભૂષણો હાથ ન લાગતા તસ્કરોએ કોશ વડે દરવાજો તોડવાનું શરૂ કરતા મંદિરના પૂજારી કિશોર મહારાજ જાગી ગયા હતા.

બીજી તરફ લૂંટારુઓને પામી ગયેલા કિશોર મહારાજે લાઉડ સ્પીકરમાં ચોર ચોરની બૂમો પાડવાનું શરૂ કરતા તસ્કર કમ લૂંટારૂઓએ કોશ વડે પૂજારી ઉપર હુમલો કરતા ગ્રામજનોએ તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યા દશેક ટાકા આવ્યા નુ જાણવા મળ્યું છે. દરમિયાન પૂજારી ઉપર હુમલો કર્યા બાદ લૂંટારૂઓ મંદિરની દાનપેટી લઈ ફરાર થઈ ગયા હતા.બનાવને પગલે ટંકારા પોલીસ ધટના સ્થળે પહોંચી છે અને પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તાલુકામા સારી એવી લોકચાહના ધરાવતા કિશોર મહારાજના ખબર અંતર પૂછવા ભક્તો પણ ઉમટી પડ્યા હોવાનું જાણવા મળે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર