પેપર લીક ભરતી કૌભાંડ જેવા અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર નોંધાયેલ હત્યા પ્રયાસ સહિતના કેસો પાછા ખેંચવાની માગણી સાથે મોરબીમાં કરણી સેના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મોરબી રાજપૂત સમાજ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ઘણા સમયથી પરીક્ષામાં એનકેન પ્રકારે ગોટાળાઓ થતાં પરીક્ષાઓ લેવાય તે પહેલાં પેપરો ફૂટી જવાના બનાવો સામે આવ્યા હતા અત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મીડિયાના માધ્યમથી આ બાબતને ઉજાગર કરતા અને સરકાર સામે અવાજ ઉઠાવતા સરકારને બિન સચિવાલય ની અને ક્લાર્ક જેવી અનેક પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી હતી વિદ્યાર્થીઓના ભવિષ્ય ની સુરક્ષા ઓ ને લઈને સરકાર સામે અવાજ ઉઠાવી યુવરાજસિંહ લડત ચલાવી રહ્યા હોય ગાંધીનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ ઉપર ખોટી રીતે લગાવેલ કલમ 114 /307અને 332 હટાવી ઝડપથી ધરપકડ માંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું હતું અને જરૂર પડ્યે લડત ની તૈયારી પણ દર્શાવી હતી.
ફરી એકવાર જરૂરતમંદ વિદ્યાર્થીનીની ફી ભરી આપી કન્યા કેળવણીના હેતુને સાર્થક કરી બતાવ્યો.
અનેક સામાજીક અને સેવાભાવી કાર્યો કરતી મોરબીની સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટીના ધ્યાનમાં આવ્યુ કે ફેક્ટરીમાં નોકરી કરતા પિતાની પુત્રીને ફી માટે આર્થિક મદદની જરૂરત છે.
તાત્કાલિક સંસ્થાની મહિલા સદસ્યોએ મળી પોતેજ પોતાના આર્થિક સહયોગ આપી રકમ એકઠી કરી...