Thursday, January 23, 2025

પ્રકૃતિ સાથેના અનહદ પ્રેમ થકી 150થી વધુ વૃક્ષોનું નાના બાળકની માફક જતન કરીને ઉછેર કરવામાં આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા : હાલ નાં સમય માં શુદ્ધ હવા માટે આપણી પૃથ્વીને પ્રદુષણ થી બચાવી જ પડશે અને આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઈને પર્યાવરણ ને બચાવવા નો પ્રયાસ કરી વૃક્ષો વાવી વૃક્ષ એક જીવન છે એ સુત્ર નેં સાકાર કરતા ટંકારા મિતાણાના એક પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ એ બહુચર વિદ્યાલયના મેદાનમાં 150 વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને બાળકની જેમ તમામ વૃક્ષોનો ઉછેર કર્યો હતો.વૃક્ષોના ઉછેરમાં શાળાના આચાર્યે પણ સહકાર આપ્યો છે.પર્યાવરણને મદદરૂપ બનવાના આશયથી વધુ 50 વૃક્ષો વાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.નવા વૃક્ષો વાવવા માટે અગાઉથી જ ખાડા ખોદી નાખવામાં આવે છે અને આ ખાડાઓમાં પાનખર ઋતુમાં વૃક્ષોમાંથી ખરતા ડાળી,પાંદડાને ખાડાની અંદર નાખવામાં આવે છે.જેથી તે શડવાથી એક સેન્દ્રીય ખાતર તૈયાર થશે અને વૃક્ષોને તે જરૂરી પોષક તત્વો પૂરા પાડશે.


બે વર્ષ અગાઉ બહુચર વિદ્યાલય મિતાણા,ટંકારામાં 150 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ વૃક્ષારોપણ કોઈ ફોટોશૂટ કરાવવા માટે નહીં પરંતુ ધગધગતી પૃથ્વીને હરીયાળી,રળિયામણી અને નંદનવન બનાવવાના હેતુથી વાવવામાં આવ્યા હતા.વૃક્ષારોપણ કરી તેના ઉછેરની સંપૂર્ણ કાળજી રાખવી જરૂરી છે.જેટલી કે નાના બાળકનો ઉછેર કરવો.ઉનાળામાં પાણીની તંગીની સાથે પવનને કારણે વૃક્ષો પિંજરા સાથે અથડાઈને તૂટી જવા વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે.ત્યારે બહુચર વિદ્યાલય મીતાણાના ગણેશભાઈ દેવડા રોજ સવારે શાળાએ આવીને કેમ્પસના 150 વૃક્ષને ફરતે એક આંટો મારે છે,જો કોઈ રોપાને પાણી ન મળતું હોય તો ડ્રિપને યોગ્ય વ્યવસ્થિત કરી પાણી ચાલુ કરે છે.તેમજ કોઈ વૃક્ષ પિંજરા સાથે અથડાઈને ઘસાતું હોય તો તેની સાથે કપડું વીંટાળીને તેનું રક્ષણ કરે છે.આ તેનો નિત્યક્રમ છે. આ કાર્ય ફક્ત પ્રકૃતિ સાથેના અનહદ પ્રેમ થકી થઇ શકે છે.શાળાના આચાર્ય પ્રવિણચંદ્ર બાબુલાલ વાટુકિયા ક્યાંય પણ નવો છોડ રોપા કે ઔષધિ મળે તો તેને શાળાએ લાવી અને તેનો ઉછેર કરવામાં આવે છે.આ ઉપરાંત વધુ નવા વૃક્ષો વાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નવા 50 જેટલા વૃક્ષો આગામી ચોમાસામાં વાવવાનું આયોજન કરેલ છે.ત્યારે તેની પૂર્વ તૈયારી રૂપે ત્રણ મહિના અગાઉ ખાડાઓ તૈયાર કરવામાં આવ્યા છે.આ સાથે પાનખર ઋતુમાં વૃક્ષોમાંથી ખરતા ડાળી,ડાખરા પાંદડાને ખાડાની અંદર નાખવામાં આવે છે.જેથી તે સડવાથી એક સેન્દ્રીય ખાતર તૈયાર થશે અને વૃક્ષોને તે જરૂરી પોષક તત્વો પૂરા પાડશે.50 ખાડાઓ આવી રીતે કચરો નાખીને તૈયાર કરવામાં આવ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર