બહોળી સંખ્યા મા ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી
સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેમનો પ્રથમ પ્રાગટ્યદીન તા.૭-૪ ગુરુવાર ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તેમજ મહાપ્રસાદ યોજી ગુરૂજી ના શિષ્યો દ્વારા ગુરૂજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમા બહોળી સંખ્યા મા ભક્તજનોએ ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો હતો. આ તકે મોરબી રામધન આશ્રમ ના મહંત પૂ.ભાવેશ્વરી બેન સહીત ના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, પરેશભાઈ કાનાબાર, જીજ્ઞેશભાઈ પોપટ, સાગરભાઈ જોબનપુત્રા, નેહલભાઈ કોટક, જીતુભાઈ રાજવીર, ભરતભાઈ કાનાબાર, શ્રી જલારામ સેવા મંડળ તથા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના અગ્રણીઓ સહીતના ગુરૂભક્તો એ જહેમત ઉઠાવી હતી.
પતંગના દોરાની ગૂંચ શોધી લાવો અને ઇનામ મેળવોની અનોખી સ્પર્ધા યોજાઈ
મોરબી તાલુકાના નાનીવાવડી ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ દોરાની ગૂંચમાં ફસાઈ જતા નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે દોરાની ગૂંચ એકત્રિત કરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી.
જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીનાં બાળકો જોડાયા હતા અને શાળાના...
મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી તાલુકાની પાંખ દ્વારા કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરવામાં આવી, અખિલ ભારતીય સ્તરેથી નિશ્ચિત થયેલ કાર્યક્રમ કર્તવ્ય બોધ દિનની ઉજવણી તાલુકા સ્તરે કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ 12 મી જાન્યુઆરીથી શરૂ કરી શુભાષચંદ્ર બોઝ નેતાજીની જન્મ જ્યંતી સુધીમાં કર્તવ્ય બોધ દિવસની...
મોરબી તાલુકાના ગાળા ગામે સોલોરેક્ષ ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બિનુભાઇ મુનસીંગ (ઉ.વ.૩૫) રહે. સોલોરેક્ષ ટાઇલ્સ, ગાળા તા.જી.મોરબી વાળો સોલોરેક્ષ ટાઇલ્સમા કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમા આવી જતા ઇજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા...