મોરબીના કલબ 36 ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદાય અને આવકાર સમારોહ યોજવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ 77 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબીના એસપી એસ.આર ઓડેદરાની ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં બદલી કરાઈ છે. તેથી તેમનો વિદાય સમારોહ અને આજ રીતે મોરબી જિલ્લાના નવા એસપી તરીકે રાહુલ ત્રીપાઠીને મુકવામાં આવ્યા છે ત્યારે તેઓએ મોરબી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો છે જેથી રેન્જ આઈજી સંદીપસિંગ,અધિક કલેક્ટર ડીડીઓ,એએસપી,ડીવાયએસપી,સહિતના અધિકારી અને મોરબી બાર એસોસિયેશનના હોદ્દેદારો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી તેમજ નવી જવાબદારી માટે શુભકામના પાઠવી હતી સાથેસાથે નવા એસપી રાહુલ ત્રિપાઠીએ પણ મોરબી જિલ્લામાં ક્રાઇમ રેઈટ અંકુશમાં રાખવા અને ગુનાખોરીને કડક હાથે ડામી દેવાની તૈયારી દર્શાવી હતી.
મોરબી: અભિલાષા ગૌ સેવા યુવક મંડળ બગથળા દ્વારા તાં ૧૩-૧૧-૨૦૨૪ ને બુધવારે રાત્રે ૯.૩૦ કલાકે સ્થળ સરદાર નગર -૦૧ વિજય પીચ સામે કન્યા છાત્રાલય રોડ પર કથા મંડપના ગ્રાઉન્ડમાં કંડલા બાયપાસ નજીક શ્રેણી વિજાનંદ નામનું ઐતિહાસિક નાટક સાથે હાસ્ય રસથી ભરપુર કોમિક દીકરો દયારામનો નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ...
મોરબી શહેરમાં ખાડા ટેકરા અને ધુળની ડમરીઓ ઉડાડતા રસ્તાઓમાથી ટુંક સમયમાં શહેરીજનોને મુક્તિ મળશે. મોરબી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી મંજુર કરવામાં આવેલ વિવિધ 16 રોડ બનાવવાના કામનો આજથી પાલિકા દ્વારા શરુઆત કરવામાં આવશે. સાંજે બે સ્થળોએથી યોજાશે ખાતમુહૂર્ત કાર્યક્રમ.
મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં કુલ રૂ.૫.૮૦ કરોડના...