આઈસર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત
મોરબી માળિયા હાઈવે પર આઈસર ટ્રકના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી પાટિયા નજીક રહેત મહેશભાઈ રામજીભાઈ ગોહિલ (ઉ.૨૦) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આઈસર ટ્રક જીજે ૦૨ ઝેડ ૬૯૯૮ એ પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવીને ટીંબડી પાટિયા પાસે રાજ હોટલ અસમે ફરિયાદી મહેશભાઈના પિતા રામજીભાઈ અખાભાઈ ગોહિલ (ઉ.૫૬) ને મોટર સાઈકલ આઈ સ્માર્ટ જીજે ૦૩ એફઆર ૭૬૫૬ સાથે હડફેટે લેતા ફંગોળી દેતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોચતા રામજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું તો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
